રાજપીપલા,તા.25
૧૨ થી ૧૪ વર્ષની વયના બાળકોને કોરોના વેકસીનેશનના સુરક્ષા કવચથી આવરી લેવાના અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટર ડી.એ.શાહ અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની રાહબરી હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા જિલ્લાના વિવિધ સેન્ટરો મારફતે તા.૧૬ મી માર્ચ થી તા.૨૫ મી માર્ચ,૨૦૨૨ સુધી બપોરે ૩:૩૦ કલાક સુધીમાં ૧૯,૯૦૪ જેટલા બાળકો કાર્બેવેક્સ વેકસીની રસી લઇને સુરક્ષિત બન્યાં છે. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીતે જણાવ્યું હતું કે, ૧૨ થી ૧૪ વર્ષની વયના મોટાભાગના બાળકોએ કાર્બેવેક્સ વેકસીની રસી લીધી છે તેમજ વિદ્યાર્થીઓના વાલીઓનો પણ સુંદર પ્રતિસાદ સાંપડ્યો હોવાથી જિલ્લામાં અંદાજે ૯૫ ટકાથી પણ વધુ વેક્સીનેશનની કામગીરી પૂર્ણ થઇ હોવાનું જાણાવ્યું હતું. રાજપીપલાની કલરવ પ્રાથમિક શાળાની ધો-૭ ના વિદ્યાર્થી માહીરભાઇ રાકેશભાઇ પટેલે પ્રતિભાવ આપતાં કહ્યું કે, મે મારી શાળામાં જ કોરોનાની વેક્સીન લીધી છે. મને કોઇપણ પ્રકારની તકલીફ થઇ નથી. અગાઉ મારા પરિવારના સભ્યોએ પણ કોરોનાની વેક્સીન લીધી છે. અમારી શાળામાં જ વેક્સીન આપવામાં આવી હોવાથી તેમણે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તમામ લોકોને ફરજીયાત માસ્ક પહેરવા અને સોશિયલ ડીસ્ટન્સીંગનું પાલન કરવાની વિનંતિ કરી હતી.તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા