1980ની ફિલ્મ ‘ધ બર્નિંગ ટ્રેન’ની રિમેક બની રહી છે, જૂનો ચોપરા અને જેકી ભગનાની પ્રોડ્યૂસ કરશે.

1980માં રિલીઝ થયેલ મલ્ટિ સ્ટારર ફિલ્મ ‘ધ બર્નિંગ ટ્રેન’ની રિમેક બની રહી છે. આ ફિલ્મને રવિ ચોપરાએ ડિરેક્ટ કરી હતી અને તેમના પિતા બીઆર ચોપરાએ પ્રોડ્યૂસ કરી હતી. જ્યારે હવે રવિ ચોપરાના દીકરો જૂનો ચોપરા આ ફિલ્મ જેકી ભગનાની સાથે મળીને પ્રોડ્યૂસ કરશે. રિમેક ફિલ્મ પણ ઓરિજિનલ ફિલ્મની જેમ મલ્ટિસ્ટાર કાસ્ટ ધરાવતી હશે. અત્યારે મેકર્સ કાસ્ટ નું ફાઇનલિંગ ચાલુ છે.