*ભરૂચ ગમખ્વાર અકસ્માત ત્રણના મોત*

ભરૂચના દહેજ નજીક કાસવા ગામ પાસે બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે જયારે અન્ય બેને ગંભીર ઇજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના કારણે ધૂળેટીના તહેવાર પર પરિવારમાં માતમ છવાયો છે