2 વર્ષની દિકરીના ઓપરેશનની વ્યવસ્થા કરી દીકરી બોલતી- સંભળાતી થાય તેની વ્યવસ્થા કરતા રાજ્યના શિક્ષણમંત્રી

જીએનએ ગાંધીનગર: પાસોદરામાં રહેતા શ્રી મનીષભાઈ પોસીયાની ૨ વર્ષની દીકરી પંથીને જન્મથી કોકલિયર ઇમ્પલાન્ટ (જન્મથી બહેરાશ અને બોલી ન શકે) હોવાથી જેની જાણ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાને થતાં તેમના પરીવાર સાથે સંપર્ક કરી ઝડપથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા કરાવી માં જંગદંબા સ્વરૂપ દીકરી પંથીની રૂબરૂ જઈને મુલાકાત કરી ખબર અંતર પૂછ્યા તેમજ હોસ્પિટલમાં સફળ રીતે ઓપરેશન કરવામાં આવ્યું.

આ ઓપરેશનનો ખર્ચ ૧૦ થી ૧૨ લાખ હોવાથી અને સુરતમાં શક્ય ન હોવાથી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા સાહેબએ ગાંધીનગર ખાતે સરકારી યોજનામાં તમામ વ્યવસ્થા કરી સફળ રીતે ઓપરેશન કરવામાં આવ્યું.

 

વહાલી દીકરી પંથીના કાનનું ઓપરેશન સરકારી યોજના હેઠળ સંપૂર્ણ પણે વિનામૂલ્યે થવા બદલ ગુજરાત રાજ્યકક્ષાના માનનીય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાનો ખૂબ ખૂબ આભાર જેનાથી એક ઘરમાં બાળકીનો કલરવ ગુંજી ઉઠશે. માં જગદંબા સ્વરૂપ દીકરી પંથી જડપથી બોલવા લાગે અને સાંભળતી થઈ જાય તેવી પ્રાર્થના.