જામનગરમાં ચેટીચાંદ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઝુલેલાલ ભગવાનની આરાધના કરાઈ

જીએનએ જામનગર: ચેટીચાંદ નિમિત્તે જામનગરના જુના રેલવે સ્ટેશન પાસે આવેલ ઝુલેલાલ મંદિરે ઝૂલેલાલ ભગવાનની પ્રતિમાને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતૃ શક્તિ, દુર્ગાવાહિની દ્વારા પૂજન અર્ચન કરી આરાધના કરવામાં આવી હતી. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ ડાંગરીયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, ઉપાધ્યક્ષ સુબ્રહ્મણ્યમભાઈ પીલ્લે, મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, સહમંત્રી હેમંતસિંહ જાડેજા, પ્રચાર પ્રસાર વિભાગના જિલ્લા સંયોજક કિંજલભાઈ કારસરીયા, માતૃશક્તિ સયોજિકા હીનાબેન અગ્રાવત, બજરંગદલ ના સહસંયોજક ભૈરવભાઈ ચાંદ્રા, દુર્ગાવાહિનીના સંયોજિકા કૃપાબેન લાલ, ગ્રામ્ય મહિલા વિભાગના સહમંત્રી પ્રફુલાબેન અગ્રાવત સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી સિંધી સમાજના પૂર્વ મંત્રી પરમાનંદ ખટ્ટર, ભગવાનજીભાઈ અને સિંધી સમાજના વિવિધ હોદ્દેદારો, અગ્રણીઓને ઝૂલેલાલ જયંતિ અને ચેટીચાંદની શુભેચ્છાઓ પાઠવી હતી.