*નિર્ભયા કેસ: ચારેય દોષીઓને હમણા ફાંસી નહીં, દિલ્હી હાઈકોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો*

નિર્ભયા ગેંગરેપ કેસના આરોપીઓની ફાંસી પર દિલ્હી હાઈકોર્ટે પોતાની ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. હાઈકોર્ટ પોતાના ચુકાદામાં એ નક્કી કરશે કે, ચારેય દોષીતોની ફાંસી પર જે અનિશ્ચિતકાળ સુધી રોક લગાવી છે, તેના પર વિચાર કરી શકાય કે નહીં.દિલ્હી હાઈકોર્ટમાં નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યાના કેસમાં ચારેય આરોપીઓને ફાંસી આપવાની રોક પર નિચલી અદાલતેના આદેશને પડકારતી અરજી કેન્દ્ર સરકારે કરી હતી, જેના પર રવિવારે સુનાવણી થઈ નથી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં આ મામલે ટાઈમલાઈન જણાવી છે.