દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ત્યારે નેશનલ કોવિડ-19 સુપરમોડેલ કમિટીએ ચેતવણી આપી.

દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે નેશનલ કોવિડ-19 સુપરમોડેલ કમિટીએ ચેતવણી આપી છે કે, નવા વર્ષની શરૂઆતમાં ઓમિક્રોનના કારણે કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.આ કમિટીના વડા વિદ્યાસાગરે કહ્યું હતું કે, લોકોમાં રહેલી રોગપ્રતિકારક શક્તિના કારણે કોરોનાની ત્રીજી લહેરની અસર  બીજી લહેર કરતા હળવી હશે, પરંતુ ઓમિક્રોનના કારણે ત્રીજી લહેર આવશે જરૂર. જો ઓમિક્રોને કોરોનાના ડેલ્ટા વેરિયન્ટની જગ્યા લીધી તો કોરોનાના કેસ વધશે. હાલમાં ભારતમાં દરરોજ કોરોનાના સરેરાશ 7,500 કેસ નોંધાઈ રહ્યા છે.આઈઆઈટી હૈદરાબાદના પ્રોફેસર વિદ્યાસાગરે કહ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરમાં બીજી લહેર કરતા વધુ કેસ આવવાની શક્યતા નથી. તેમણે કહ્યું હતું કે, ત્રીજી લહેરની પીક દરમિયાન દરરોજ 1.7થી 1.8 લાખ કેસ નોંધાશે, જે બીજી લહેરના અડધા છે. પેનલના અન્ય સભ્ય મનિંદા અગ્રવાલે જણાવ્યું હતું કે, ભારતમાં દરરોજ 1 લાખથી 2 લાખ કેસની અપેક્ષા છે.પ્રોફેસર વિદ્યાસાગરે જણાવ્યું હતું કે, આપણે એ યાદ રાખવાનું છે કે, ભારત સરકાર 1 માર્ચથી વ્યાપક કોરોના રસીકરણ અભિયાન ચલાવી રહી છે. અત્યાર સુધીમાં દેશમાં લગભગ 85 ટકા પુખ્ત વયના લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. જ્યારે 55 ટકા પુખ્ત વયના લોકોએ બંને ડોઝ આપવામાં આવ્યા છે. એટલે કે, હવે વસ્તીનો ખૂબ જ નાનો ભાગ હજી સુધી કોરોનાના સંપર્કમાં આવ્યો નથી.