ભચાઉ તાલુકાના સામખીયારી ખાતે લોક દરબાર યોજાયો

ભચાઉના સામખીયારી ખાતે કાયદો અને વ્યવસ્થા જાળવવા હેતુ બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયાના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ ખાસ મુલાકાત લીધી હતી. એસપી દ્વારા સામખીયારી પોલીસ મથકના ઇન્સ્પેક્શન સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારના આગેવાનોના પ્રશ્નો જાણવા લોક દરબાર પણ યોજવામાં આવ્યો હતો.

જેમાં લોકોએ ટ્રાફિક વ્યાજખોરી જેવી સમસ્યાઓ જણાવી હતી. આ વેળાએ રાપર સીપીઆઇ જે. બી. બુબડીયા સામખીયારી પીએસઆઇ વાય કે ગોહિલ, પીએસઆઇ એસ. વી. ડાંગર, રિડર પીએસઆઇ રાઝ, ખીમજીભાઈ ફોફલ, ગેલાભાઇ શુકલ, કરણાભાઇ, સુભાષ રાજગોર અધિકારીઓ, કર્મચારીઓ તથા સામખીયારી સરપંચ જગદીશ મારાજ, આધોઈના પૂર્વ સરપંચ જશુભા જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ સામખીયારી પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં કંપનીઓ અને ઉધૌગિક એકમો આવેલ છે ત્યારે અહીં કાયદો અને વ્યવસ્થા જાળવાઈ રહે તે હેતુ તે લોક દરબાર યોજ્યો હતો. આ દરમિયાન સામે આવેલી ટ્રાફિક સમસ્યાના પ્રશ્નનો ઉકેલ લાવવા પોલીસ તંત્રને કડક પગલાં લેવા સુચના આપી હતી.

વ્યાજખોરો સામે પગલાં લેવા અને બેંક માંથી લોન લેવા માટે લોકોને અનુરોધ કર્યો હતો. પોલીસ મથકના ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ કર્મચારીઓના પ્રશ્નો અંગે ચર્ચા કરી યોગ્ય કરવામાં આવશે એવું જણાવ્યું હતું. આયોજન વ્યવસ્થા પીએસઆઇ ગોહિલ અને પીએસઆઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી