જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને નગર પાલિકા સદસ્યો સાથે હરાજી પ્રકરણે તુ..તું..મૈ.. મૈ..
ગુજરાત અને સૌરાષ્ટ્ર થી આવેલા 40 જેટલા વેપારીઓએ હરાજીમાં ભાગ લેતા વેપારીઓ વિરોધ વંટોળ થી મુંઝવણમાં.
કન્યા શાળાનું જૂનું મકાન તોડી પાડી નવી બિલ્ડીંગ બનાવવાનો જિલ્લા પંચાયતનો નિર્ણય.
આ અગાઉ બે વાર હાથ ધરાયેલી કાર્યવાહી લોકોના વિરોધને કારણે મુલતવી રખાઈ હતી. હરાજી કરવા સામે અને ઇમારત તોડી પાડવાના નિર્ણય સામે વિરોધ
નગરપાલિકાના સદસ્ય મહેશભાઈ વસાવાને હરાજી અટકાવવાની અને ઇમારત તોડવાની માંગ કરી રીનોવટ કરવા જણાવ્યું.
નગર પાલિકા સદસ્ય નગરપાલિકાને મંજૂરી કે ઠરાવ વગર હજી નહીં કરવા બાબતે વિરોધ કર્યો.
તો સામે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન માર્ગ-મકાન વિભાગ નો કાયદા સર નો પત્ર હોવાથી આ હરાજી થશે અને બિલ્ડીંગ તોડી નવી શાળા બનીને જ રહેશે – બહાદુર વસાવા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન
નર્મદા ના વડામથક રાજપીપળા શહેરમાં સ્ટેશન રોડ ઉપર આવેલ રાજા રજવાડા વખતની ઐતિહાસીક ઇમારત આજે જાહેર હરાજી મામલતદાર કચેરી દ્વારા રાખવામાં આવી હતી, જેના કાટમાળમાં ની હરાજી બાદ આ જર્જરીત ઈમારત ને તોડી પાડી આ જગ્યાએ નવી કન્યાશાળા બનાવવાનો જિલ્લા પંચાયતે નિર્ણય લીધો હતો. જેના અનુસંધાને આજે હરાજી રાખવામાં આવી હતી. જેમાં આજે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થી દૂર દૂરથી 40 થી વધુ વેપારીઓના ધંધા મા ઉમટ્યા હતા, હરાજીની અપસેટ ની 25 ટકા રકમ 1 લાખ ડિપોઝિટના 20 હજાર જેવી રકમ ભરીને હરાજીમાં ભાગ લેવામાં આવ્યા હતા. એક તરફ જિલ્લા પંચાયતના અધિકારીઓ હરાજીની પ્રક્રિયા શરૂ કરી રહ્યા હતા તે વખતે રાજપીપળા નગરપાલિકાના સદસ્ય અને પૂર્વ પ્રમુખ મહેશ વસાવા એ હાજર રહી અધિકારીઓ અને વેપારીઓ સાથે ચર્ચા કરી. આ હરાજી અટકાવવા વિરોધ કરતા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન બહાદુર વસાવા અને નગરપાલિકાના સદસ્ય મહેશ વસાવા સાથે હરાજી પ્રકરણને તું.. તું.. મેં.. મેં.. ના દ્રશ્યો સર્જાયા હતા. જોકે આ હરાજીના નિર્ણયથી નગરપાલિકાના સદસ્ય મહેશ વસાવાએ વિરોધ વ્યક્ત કરી હરાજી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.
જેને કારણે દૂરદૂરથી હરાજીમાં ભાગ લેવા આવેલા વેપારીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા..
પાલિકાના સદસ્ય મહેશભાઈ વસાવા જણાવ્યું હતું કે નગરપાલિકાની સત્તામંડળની અરજી માટે કોઈ પરવાનગી લીધેલ નથી કાયદામાં જોગવાઇ હોય પરવાનગી વગર મકાન તોડી શકાય નહિ નગરપાલિકાની મંજૂરી કે ઠરાવ વગર હજી નહીં કરવા રજૂઆત કરતા જવાબમાં બહાદુર વસાવાએ જણાવ્યું હતું કે આ પ્રોપર્ટી નગરપાલિકાની નથી, જિલ્લા પંચાયતની છે. અને માર્ગ-મકાન વિભાગ ગયે આ મકાન તોડવાની અમને લેખિત પરવાનગી આપેલ છે વળી આ મકાન હેરિટેજમાં આવતું નથી.
તો આ પ્રસંગે વડોદરા થી આવેલ વેપારી હનીફ પઠાણે જણાવ્યું હતું કે આ અગાઉ પણ હરાજી રદ થઇ હતી અને દૂર-દૂરથી 2000 રૂપિયા જેટલું ભાડુ ખર્ચીને હરાજીમાં ભાગ લેવા આવ્યા છીએ. આ વિરોધને કારણે અમે મુશ્કેલીમાં મુકાયા છીએ કાલે ઉઠીને કોઈ મનાઈ હુકમ આવે તો અમારા તો ભરેલા પૈસા અને ખર્ચ 1, 22, 150 નો માથે પડે એટલે અમને લેખિત બાંહેધરી આપે તો જ અમે પૈસા ભરી શું એમ જણાવતા આ મામલો ગૂંચવાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપળાની આન,બાન અને શાન ગણાતી હતી. મજબૂરી બાંધકામ ધરાવતી કન્યાશાળા આખરે જર્જરિત થતાં તેને તોડી પાડવાના નિર્ણય સામે આમ જનતા માંથી વિરોધનો સૂર ઉઠયો હતો. અને ત્યારે તંત્રએ તેની પૂર્તિ જાળવણી નહીં કરતા આ બિલ્ડિંગ પડું પડું થઇ રહી હતી. તેથી આ બિલ્ડિંગ શિક્ષણ વિભાગે આ બિલ્ડીંગની બાજુમાં જ આરસીસી બિલ્ડીંગ બનાવીને નવી કન્યાશાળા શરૂ કરી છે.
આ બાબતે નગરપાલિકાના સદસ્ય મહેશભાઈ વસાવા જણાવ્યું છે કેઆ મકાન એક ઐતિહાસિક વિરાસત છે, તેનું સમારકામ કરી તેને હેરિટેજ માં જાળવવી રાખવી જોઈએ. આ મકાનમાં કેટલાય વિદ્યાર્થીની બહેનોએ ભણીને સારું શિક્ષણ મેળવીને અધિકારી અને પદાધિકારી બની ચૂક્યા છે. આમ જનતા એ પણ તેને રિનોવેટ કરી ને આ ઇમારત ના તોડવાની માંગ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજવાડા સમયની જૂની બિલ્ડીંગ તોડી પાડવા અગાઉના સત્તાધીશોએ બે વાર પ્રયાસ કર્યા હતા. અને લોકોના વિરોધના કારણે આ બિલ્ડિંગ રજવાડા સમયની વિરાસત હોય આ સ્થળે કોઈ મ્યુઝિયમ બને તેવી લોકોની માંગ હતી,હવે આ બિલ્ડિંગ તોડી પાડવા સંદર્ભે આ બિલ્ડિંગના મૂળ માલિક રાજપીપળાના મહારાજા રઘુવીરસિંહ ગોહિલે ઉપરાંત પુરાતત્વ વિભાગમાં આવેલ હેરિટેજ તથા તેના પુરાવા અને સંમતિ મેળવી લઈને નર્મદા જિલ્લા પંચાયતના સત્તાધીશો એ નગરજનોને વિશ્વાસમાં લીધા વગર જ આ બિલ્ડિંગ તોડી પાડવાનો નિર્ણય કરી કાર્યવાહી હાથ ધરી છે, તેથી આમ જનતા આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત થઈ છે.