સાંસદ મનસુખ વસાવાએ ખાણ ખનીજ અધિકારી સમક્ષ લીઝના ધારક દ્વારા ગ્રામજનો બાબતે ટેલિફોનિક રજૂઆત કરી.
ખાન ખનીજ અધિકારી સમક્ષ રજૂઆત કરતા સંસદને લીઝ ચાલુ નહી કરવા દેવાની ખાતરી આપી.
જિલ્લા પોલીસ વડાને પણ ગ્રામજનોએ રજૂઆત કરતા નર્મદા ભાઠામાં મુકેલ હિટાચી મશીન ઉઠાવી લેવાની ખાતરી આપી.
હાલ સંસદ સત્ર ચાલુ હોવાથી સંસદ સત્ર પછી મુખ્યમંત્રી સમક્ષ સરકારમાં આ મામલે રજૂઆત કરશે.
સિસોદરા ગામમા લીઝ ધારક દ્વારા ગામની નદી કિનારાના ભાઠામાં રેતીખનન કરવાના મામલે લીઝ ધારક અને ગ્રામજનો વચ્ચે નું યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે. ગ્રામજનોની વારંવારની રજૂઆત કરી લીઝ ધારકો દ્વારા ગ્રામજનોને ખોટી રીતે હેરાન ગતિ કરવા સામે ગ્રામજનોએ હવે આક્રમક મૂડમાં આવી ગયા છે.
સિસોદરા ગામ માં લીઝ ધારકો દ્વારા ગામની નદી કિનારાના ભાઠામાં રેતીખનન કરવાના મામલે થોડા દિવસ પહેલા રેતી ઉલેચવાનું મશીન મૂકી જતા તથા કારના કાચ તોડી ગ્રામજનોને માથે પડતા ગ્રામજનો રોષે ભરાયા હતા. અને જિલ્લા પોલીસ વડાને ગામના સરપંચ દ્વારા લેખિત ફરિયાદ કરી હતી. જોકે ત્યારબાદ કોઈ નિરાકરણ ન આવતા સિસોદરા ગામની લીઝ પ્રકરણે ગ્રામજનોએ સાંસદ મનસુખ વસાવા સાથે મુલાકાત કરી રજૂઆત કરી હતી. જેમાં સિસોદરા ગામના યોગેશ પટેલ, જયેશ પટેલ તથા ગ્રામજનોએ સાંસદ મનસુખ વસાવાને મળી હેરાન ગતિ બાબતે રજૂઆત કરતાં સાંસદ વસાવાએ ખાન ખનીજ અધિકારી રાજપરા સમક્ષ ફોન પર વાત કરી હતી જેથી રાજપરાએ લીઝ ચાલુ નહીં કરવા દેવાની ખાતરી આપી હતી, આ બાબતે જિલ્લા પોલીસ વડાને પણ ગ્રામજનોએ રજૂઆત કરતાં નર્મદા ભાઠા માં મુકેલ હિટાચી મશીન ઉઠાવી લેવાની ખાતરી આપી હતી.
આ અંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે હાલ સંસદ સત્ર ચાલુ હોવાથી સંસદ સત્ર પછી મુખ્યમંત્રી સમક્ષ સરકારમાં આ મામલે રજૂઆત કરી અને આ પ્રશ્નનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.