ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ બોટલો તથા બિય૨ નંગ-૧૬૯ જેની કી.રૂ ૪૫,૪૨૫/- નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ.

 

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પુર્વ કચ્છ, ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સાગ૨ સાંબડા ભચાઉ વિભાગ ભચાઉ નાઓ ત૨ફથી જિલ્લામાં પ્રોહીબિશન તથા જુગા૨ની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઝેડ.એન.ઘાસુરા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તાર પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા ક્રૂરતા લોધેશ્વ૨ ત્રણ રસ્તા પાસે આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે રૂડા પુંજા કોલી ૨હે.કોલીવાસ લોધીડા તા.ભચાઉ વાળો પોતાના રહેણાંક મકાનના આંગણામાં બાથરૂમની બાજુમાં જમીનમાં ખાડો ખોદી લોખંડના બે૨લમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મંગાવી વેચાણ અર્થે રાખી સંતાડેલ હાલતમાં પડેલ છે. જે બાતમી આધારે પંચો તથા પોલીસ સ્ટાફ સાથે સદરહું જગ્યાએ જઈ ઝડતી તપાસ કરતાં ભારતીય બનાવટની વિદેશીદારૂની આલગ અલગ બ્રાન્ડની બોટલો તથા બીયરના ટીન મળી આવતાં મુદ્દામાલ શોધી કાઢી ધો૨ણસ૨ કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

મુદ્દામાલ: (૧) મેકડોવેલ્સ નં.૦૧ કલેકશન વ્હીસ્કીની ૭૫૦ મીલીની બોટલો નંગ-૫૧ કિ.રૂ.૧૯,૧૨૫ /- (૨) કિંગફિશ૨ સુ૫૨ સ્ટ્રોન્ગ પ્રીમિયમ ૫૦૦ મીલી.ના બીયર ટીન નંગ-૬૦ કિ.રૂ.૬૦૦૦/- (3)ઇમ્પેકટ બ્લુ કલાસીક વ્હીસ્કી ની ૭૫૦ મીલીની બોટલો નંગ- ૫૮ કિ.રૂ.૨૦.૩૦૦/- કુલ કિ.રૂ:- ૪૫,૪૨૫/-

 

પકડાયેલ આરોપી :- (૧) રૂડા પુંજા કોલી ઉવ.૫૩. રહે.કોલીવાસ લોધીડા તા.ભચાઉ

 

આ કામગી૨ી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ઝેડ.એન.ઘાસુરા તથા ભચાઉ પોલીસ સર્વેલન્સ સ્ટાફ સાથે રહી ક૨વામાં આવેલ છે.