શિયાળાનાં ચાર મહિના દરમિયાન જ મળતો પોંક એટલે કે કાચી અને કુમળી જુવાર.

જે પાકીને કડક થાય એ પહેલાં જ ઉતારી લીધેલું આ લીલુંછમ ધાન્ય માત્ર જીભને ચટકો આપવાનું જ નહીં પરંતુ સ્વાસ્થ્ય વધારવાનું પણ કામ કરે છે. ઇન્સ્ટન્ટ એનર્જી પૂરી પાડતા આ પોંકને આપણી લીંબુ-મરીવાળી સેવ ભરેલી ડીશ સુધી પહોંચાડવા ખેડૂત તેને કાપવું, શેકવું, ઝાપટવું, ચાળવું, ઉપણવું જેવી વિવિધ પરંપરાગત પ્રક્રિયાઓમાંથી પસાર કરે છે, ત્યારે ને ત્યારે જ તેનો બેજોડ સ્વાદ અને સોડમ નિષ્પન્ન થતાં હોય છે. અંકલેશ્વર રાજપીપળા સ્ટેટ હાઇવે ઉપર રાજપારડી નજીક કેમેરામાં કેદ થયેલ આ પોંક વિક્રેતા ખેડૂત પરિવારની તસ્વીર ફાસ્ટ ફૂડનાં રસીયાઓને ઘણું બધું કહી જાય છે.

 

તસ્વીર : વિજય પટેલ (ઓલપાડ)