ઓલપાડ તાલુકાની જિ.પં.શિક્ષણ સમિતિ સંચાલિત જીણોદ પ્રાથમિક શાળામાં થ્રી-ડી ફિલ્મ શોનું આયોજન
ઈંગ્લેન્ડની ગોલ્ડસ્મિથ યુનિવર્સિટીનાં ન્યુરોસાયન્ટિસ્ટ પેટ્રિક ફેગન અને તેમની ટીમ દ્વારા હાથ ધરાયેલ અભ્યાસ અનુસાર થ્રી-ડી ફિલ્મો જોવાથી મગજશક્તિ ખીલે છે અને માણસ વધુ ત્વરિત તેમજ કૌશલ્યપૂર્ણ પ્રતિક્રિયા આપી શકે છે. જે સંદર્ભે ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત જીણોદ પ્રાથમિક શાળામાં થ્રી-ડી ફિલ્મ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુમન સાયન્સ સેન્ટર, સુરતનાં સહયોગથી યોજાયેલ આ થ્રી-ડી ફિલ્મ શોને શાળાનાં તમામ બાળકોએ ખૂબ જ કૂતુહલતાપૂર્વક મન ભરીને માણ્યો હતો. પ્રારંભે શાળાનાં ખૂબ જ ઉત્સાહી સાયન્સ ટીચર ચિરાગ પટેલે થ્રી-ડી તથા સેવન-ડી ફિલ્મ વિશે બાળકોને પ્રાથમિક સમજ આપી હતી.
અંતમાં શાળાનાં આચાર્યા શ્રીમતી સુમનબેન પટેલે સુમન સાયન્સ સેન્ટર તથા તેનાં પ્રતિનિધિ એવાં ફિલ્મ ઓપરેટરનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.