હવે મહિલાઓ બનશે પૂર્ણ સુરક્ષિત. ભારતના આઠ જિલ્લા પૈકી અમદાવાદમાં પણ નિર્ભયા પ્રોજેકટ શરૂ કરાશે.
જીએનએ અમદાવાદ: ભારત સરકારના ગૃહ મંત્રાલય, મહિલા અને બાળ વિકાસ દ્વારા દેશના 8 સીટીમાં નિર્ભયા પ્રોજેક્ટ શરૂ કરાશે જેને લઈ અમદાવાદ પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી હતી.
મહિલાઓ પર થઇ રહેલા શોષણ, રેપ અને અન્ય ગુનાઓને લઈ ભારત સરકાર સજ્જ બની છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય, મહિલા અને બાળ વિકાસ દ્વારા દેશના 8 સીટીમાં નિર્ભયા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. અમદાવાદ ,બેંગલુરુ , ચેન્નાઇ , દિલ્હી , હૈદરાબાદ , કોલકત્તા, લખનઉ, મુંબઈ સીટીને પ્રાથમિક તબક્કે સેફ સીટી પ્રોજેક્ટમાં મંજૂરી આપવામાં આવી છે.આ નિર્ભયા સેફ સીટી પ્રોજેકટની અમદાવાદમાં પણ શરૂઆત થશે જેની માહિતી શહેર પોલીસ દ્વારા આપવામાં આવી હતી. જેમાં સ્માર્ટ પોલીસિંગ મહિલા સિનિયર સિટીઝન અને બાળકોની સલામતી અને સુરક્ષા માટે નિર્ભયા ફંડ આપવામાં આવશે. 3 વર્ષ દરમ્યાન 220.11 કરોડ ની ગ્રાન્ટ અમદાવાદ શહેરને ફાળવવામાં આવશે. મહિલાઓના ગુનાઓ ઓછા થાય જાહેર કે પરિવહન સ્થળ સમયે મહિલાઓની સલામતી સુનિશ્ચિત બને , નિર્ભય પણે મહિલાઓ શહેરમાં મુસાફરી કરી શકે, કામ કરી શકે, રહેવા માટે સક્ષમ બને તે હેતુથી આ પ્રોજેકટ લોન્ચ કરવામાં આવશે. જેના માટે ઇન્ટીગ્રેટેડ અને ઈન્ટેલિજન્ટ પોલીસ પ્લેટફોર્મ નક્કી કરાયા છે, જેમાં GUJ COP, ડાયલ 100,112 સરકારી એપનડેટા મર્જ કરાશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ફેસ રીકોગ્નાઈઝ કેમેરા પણ નાખવામાં આવ્યા છે.
મહિલાની સુરક્ષા માટે અલગ અલગ 500 હોટસ્પોટ નક્કી કરી સીસીટીવી ફૂટેજ નાખવામાં આવ્યા છે., 250 રિવરફ્રન્ટ પરના અન્ય 150 સીટી બસ સ્ટોપ, 90 હોટસ્પોટ પર નાખવામાં આવશે. 677 IP બેઝડ કેમેરા નાખવામાં આવશે , 255 ફિક્સ બોક્સ કેમેરા, 300 બુલેટ કેમરા , 112 PTZ કેમેરા, 20 પોર્ટેબલ પોલ્સ ઉભા કરી કેમેરા રાખવામાં આવશે જેનો ઉપયોગ જાહેર કાર્યક્રમો માં ઉપયોગ થઈ શકે. આ પ્રોજેકટમાં 205 ઇલેક્ટ્રોનિક કોલ બોક્ષ બસ સ્ટોપ પર, 35 ક્રાઇમ હોટ સ્પોર્ટ , 20 રિવરફ્રન્ટ પર મુકવામાં આવશે , સાથે જ પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ મૂકવામાં આવશે. આ ઉપરાંત મહિલાઓની સુરક્ષા માટે 1 લાખ જેટલી રીક્ષા અને ટેક્સીઓને કયુઆર કોડ સાથે એટેચ કરાઈ તમામ વાહનોની વિગત મેળવી શકશે, ડ્રાઇવરની ગુના ઇતિહાસની જાણકારી અને ટ્રેકિંગ ની માહિતી પણ પરિવારજનોની શેર કરી શકાશે જેની માહિતી પોલીસ કંટ્રોલ વિભાગના ડીસીપી કોમલબેન વ્યાસ દ્વારા આપવામાં આવી હતી.