ગુજરાત કરાઓકે સિંગર એસોસિયેશન દ્વારા કરાઓકે સિંગર ને પ્રોત્સાહન આપવા માટે *કરાઓકે સુપરસ્ટાર સીઝન ૧* નું આયોજન કરવામાં આવેલ.
*કોઈપણ પ્રકારની ફી લીધા વગર યોજવામાં આવેલ* આ ઇવેન્ટ નો આપના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા બહોળો પ્રચાર અને પ્રસાર કરવા વિનંતી છે.
આ સાથે વિગત સામેલ છે.
સાથીસાથ આવેલ કવરેજ મને મોકલી આપવા પણ વિનંતી છે
🙏🙏🌹🙏🙏
અમદાવાદ માં યોજાઈ ગઈ,
🎤કરાઓકે સુપરસ્ટાર સીઝન -૧🎤
🌹 ‘કરાઓકે સુપરસ્ટાર સીઝન ૧” માટે દેશ – વિદેશ અને ગુજરાતના ખૂણે ખૂણેથી ભાગ લીધેલ *૫૩૮ સીંગર* વચ્ચેની કપરી સ્પર્ધા પછી યોજાયેલ સેમિફાયનલ બાદ તા.૧૧ જુલાઈ, ૨૦૨૧ ના રોજ ગુજરાત ના પ્રખ્યાત “સુરપંચમ સ્ટુડિયો, અમદાવાદ” ખાતે ફાયનલ સ્પર્ધા યોજાઇ ગઇ અને તેના વિજેતા જાહેર થયા. વિજેતા બનેલા તમામ સીંગર નું ટ્રોફી અને સર્ટિફિકેટ થી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ભાગ લેવા અંગેના સર્ટિફિકેટ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવનાર છે.
🎤ગુજરાત કરાઓકે સીંગર એશોશીએશન,
🔅પ્રજા ઇવેન્ટસ
🔅સુરપંચમ સ્ટુડિયો
🔅મિલેનિયમ ઇવેન્ટસ
આયોજિત
કરાઓકે સુપરસ્ટાર સીઝન -૧ ના વિજેતાઓની યાદી આ મુજબ છે.
🥇KARAOKE SUPERSTAR 🥇
(FEMALE)
1) કુ. આસ્થા વઘાસિયા, સુરત
2) કુ. અમિષા સોલંકી, ગાંધીનગર
3) શ્રીમતિ જાગૃતિ જોશી, અમદાવાદ
🥇KARAOKE SUPERSTAR 🥇 (MALE)
1) શ્રી સન્ની સવાણી, જામનગર
2) શ્રી રૂપેશ મોદી, અમદાવાદ
3) શ્રી વિશાલ મકવાણા, સુરેન્દ્રનગર
🥇KARAOKE SUPERSTAR🥇 (RUNNERS UP)
1) શ્રી આરીફ બલોતરાવાલા, અમદાવાદ
2) શ્રી લક્ષ્મણ ચુડાસમા, ગિર સોમનાથ
3) શ્રી દર્શન પટેલ, અમદાવાદ
🥇KARAOKE SUPERSTAR🥇 (ONLINE)
1) શ્રી શ્રુતી સરોડે, મહારાષ્ટ્ર
2) શ્રી રાજભા ચુડાસમા, જામનગર
3) શ્રી નિતા કદમ, સુરત
વિજેતા તમામ સિંગર મિત્રોને હૃદયપૂર્વક ના અભિનંદન અને શુભેચ્છાઓ
💥 કરાઓકે સુપરસ્ટાર સીઝન -૧ સ્પર્ધાના નિર્ણાયકશ્રીઓ તરીકે ગુજરાત ના ગીત – સંગીત ક્ષેત્રની પ્રતિષ્ઠિત પ્રતિભા એવા શ્રી નિરજ પાઠક, ગુજરાતની કોયલ એવા સ્વર કિન્નરી શ્રી વર્ષા કુલકર્ણી જી અને સુર, તાલ અને સંગીત ના શિરોમણિ એવા શ્રી ઇરફાન દિવાને સેવાઓ આપી હતી.
💥 ફાયનલ માં મુખ્ય અતિથિ તરીકે પધારેલા ગુજરાતના સુભાષ ધાઈ એવા શ્રી શૈલેષ શાહ (પ્રિન્સ પાર્થ ફિલ્મ્સ) એ વિજેતા ગાયક મિત્રોને પોતાના આગામી આલ્બમ અને ફિલ્મ માં તક આપવાની જાહેરાત કરી હતી.
💥 ગુજરાતી અને હિન્દી ફિલ્મો ના જાણીતા સંગીતકાર શ્રી સમીર – માના રાવલે ફાયનલ માં વિજેતા સિંગર માટે તેમના સ્ટુડિયો ડોલ્ફિન ખાતે પધારવા આમંત્રણ પાઠવ્યું હતું. ઉપરાંત પોતાના આગામી ફિલ્મ અથવા તો આલ્બમમાં વિજેતા કલાકારોને ગાવા માટે તક આપશે તેવી જાહેરાત કરી હતી.
💥 ફાયનલ માં અતિથિ વિશેષ તરીકે આવેલા ગુજરાતના જાણીતા મ્યુઝિક ઓર્ગેનાઈઝર શ્રી રાજુ મહિડા (નંદા કલ્ચરલ ગૃપ) એ વિજેતા ગાયક મિત્રો માટે આગામી તા.૨૫ જુલાઈ, ૨૦૨૧ ના રોજ “વિનર શો” ની જાહેરાત કરી કલાકારોને પ્રોત્સાહન આપ્યું હતું.
🌹 અત્રે એ ઉલ્લેખનીય છે કે, કરાઓકે સિંગર ને પ્રોત્સાહન આપવા અને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે ની “કરાઓકે સુપરસ્ટાર” સ્પર્ધા ને બિરદાવતા ગુજરાતના બિગ બી શ્રી બંકિમ પાઠક એ જણાવ્યું હતું કે ભાગ લેવા માટે કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવેલ નથી એ સૌથી મહત્વનું પાસુ છે.
🌹 આ જ પ્રકારે શ્રી મુખ્તાર શાહે પણ સમગ્ર સ્પર્ધા નિષ્પક્ષ રીતે યોજાઈ રહી છે તે બાબતનો રાજીપો વ્યક્ત કર્યો હતો.
🌹 જાણીતા ગાયિકા શ્રી પાયલ વૈદ્ય એ પણ કલાકારોની પ્રતિભાને બિરદાવી હતી અને શુભેચ્છાઓ પાઠવેલ હતી.
🌹 જાણીતા સંગીત પ્રેમી શ્રી શેરુભાઇ ખાદીવાલા એ સેમિફાયનલ અને ફાયનલ ના નિર્ણાયકશ્રીઓ ને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. સાથે શ્રી સોફિયા ખેરિચા એ પણ આયોજકો ને બિરદાવ્યા હતા.
🌹 સમગ્ર કરાઓકે સ્પર્ધાનું એંકરીંગ જાણીતા એંકર અને સિંગર શ્રી નીરજ ગજ્જરે કર્યું હતું.
🌹 સમગ્ર સ્પર્ધા નું વિડિયોગ્રાફી & એડિટિંગ શ્રી તપન મોદી, પ્રિતી કોમ્યુનિકેશન અને ફોટોગ્રાફી શ્રી બ્રેનલ ખત્રી, ફોટોરૂમ એ કર્યું હતું.
🌹 શ્રી આનંદ મહેતા IRIS ઇવેન્ટસ અને સાથે શ્રી નિમેષ કસાબવાલા, શ્રી વત્સલભાઈ, શ્રી હિતેન મિસ્ત્રી અને શ્રી પૃથ્વી રાજપૂતનો સહયોગ સાંપડ્યો હતો.
🌹 કરાઓકે સુપરસ્ટાર સીઝન -૧ ની સમગ્ર સ્પર્ધા નો સફળતાનો યશ ભાગ ઉત્સાહભેર લેનાર ગાયક મિત્રોને આપતા આયોજકો શ્રી પ્રજા, શ્રી યોગેન પારેખ, શ્રી નિરજ ગજ્જર અને શ્રી મીનુ શર્માએ તટસ્થ રીતે નિર્ણય આપનાર સ્પર્ધાના તમામ નિર્ણાયકશ્રીઓ નો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
🌹 આ સ્પર્ધાને સ્પોન્સરશિપ, ગિફ્ટ વાઉચર તથા અન્ય રીતે સપોર્ટ કરનાર તમામ સ્પોન્સરર તથા મિત્રો અને શુભેચ્છકો નો પણ આભાર માનીએ છીએ.
🌹 કરાઓકે સુપરસ્ટાર સીઝન-૧ ની અપ્રતિમ સફળતા અને કરાઓકે સિંગર મિત્રોના અભૂતપૂર્વ પ્રતિભાવને ધ્યાને લઇ, આગામી તા.૧૫ ઓગસ્ટ, ૨૦૨૧ ના રોજ થી “કરાઓકે સુપરસ્ટાર સીઝન-૨ ની જાહેરાત પણ કરવામાં આવી હતી.
🌹આભાર..
🔅 પ્રજા
🔅 યોગેન પારેખ
🔅 નિરજ ગજ્જર
🔅 મીનુ શર્મા
🌹👍🌹