૨ા૫૨ પો.સ્ટે વિસ્તારમાંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પુર્વ –કચ્છ, ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા, સરહદી રેન્જ ભુજ તથા, તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓ તરફ્થી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી શ્રી એમ.એમ.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ટીમ રા૫ર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત આધારે રા૫૨ તાલુકાના કુડા ગામ નજીકથી ૨ોડ ઉપ૨ આરોપીના કબ્જાની અંગ્રેજી દારૂ ભરેલ બોલેરો પીક વાહનનો પીછો કરતા વિદેશી દારૂ ભરેલ કારમાં બેઠેલ બે ઈસમો પોલીસને પાછળ આવતી જોઇ વાહન મુકી નાશી ગયેલ જે વાહન માંથી નીચે જણાવ્યા મુજબનો પ્રોહી. મુદામાલ કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે રાપર પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવેલ છે.

આરોપીઓનાં નામ:- (૧) ભવાન ખીમા કોલી રહે.મનફરા તા.ભચાઉ (૨) અન્ય એક અજાણ્યો ઈસમ

કબ્જે કરેલ મુદામાલની વિગત :- વિદેશી દારૂની બોટલો નંગ-૧૦૮ કિ.રૂ. ૩૭,૮૦૦/- બોલેરો પીક અપ ગાડી નંબર વગરની કી.રૂ-૫,૦૦,૦૦૦/- – મોબાઇલ ફોન નંગ-૧ડી.રૂ-૫૦૦૦/- કુલ કિ.રૂ. ૫,૪૨,૮૦૦/-

આ કામગી૨ી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એમ.એમ.જાડેજા તથા પોલીસ સબ ઇન્સપેકટર એસ.એસ.વરૂ તથા વી.આર.પટેલ તથા રા૫૨ પો.સ્ટે ના પો.સબ.ઇન્સ આર.આર.આમલીયાર તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.