ગે.કા હથિયાર શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી.ગાંધીધામ

માનનીય પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય નાઓ દ્વારા ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો અને દારૂગોળોના (illegal fire arms & ammunitions) ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણ અને ઉપયોગ સબંધિત પ્રવૃત્તિ ઉ૫૨ નિયંત્રણ લાવવા અંગે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામા આવેલ હોય જે અનુસંધાને માનનીય પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર હથિયારના કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય તે મુજબ એસ.ઓ.જી. ટીમ દ્વારા મળેલ બાતમી આધારે મથડા ગામથી નાની ખેડોઇ ગામ તરફ જતાના કાચા ૨૨તા ઉપરથી વાલજીભાઈ ખમુભાઇ મહેશ્વરી (સિંધવ)ના ડબ્બામાંથી ગે.કા રીતે વગર ૫૨વાને હાથ બનાવટની દેશી બંદુક નંગ-૧ તથા ગન પાવડર (દારૂગોળો) મળી કુલ કિં. રૂા.૫૧૦૦/- ના મુદ્દામાલ સાથે પડાઈ જઈ મે.શ્રી જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ કચ્છ ભુજનાઓના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ હોય જેથી તેમના વિરુધ્ધ આર્મ્સ એક્ટ ૨૫(૧-બી) એ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ અંજાર પો.સ્ટે ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

 

પકડાયેલ આરોપી – વાલજીભાઇ ખમુભાઇ મહેશ્વરી (સિંધવ) ઉ.વ.૨૫ રહે.મથડા તા.અંજાર-કચ્છ

 

મુદ્દામાલની વિગત- (૧) હાથ બનાવટની દેશી બંદુક નંગ-૧ કિં.રૂ.૫૦૦૦/-

 

(૨) ગન પાવડર (દારૂગોળો) આશરે ૧૦૦ ગ્રામ ડિ. રૂ.૧૦૦ (3) લોખંડના અલગ અલગ સાઈઝના નાના નાના ટુકડા નંગ ૧૦૦ (૪) આર્મીડેમોલાઇઝ કલરનો થેલો ૦૦/૦૦ (૫)આર્મી કેમોલાઈઝ કલરનું બંદુકનું વ૨ કિ ૦૦/૦૦ (૬) આરોપીના નામનું જન્મ અંગેનું પ્રમાણ પત્રની નકલ કિ રૂ ૦/૦ કુલ કિ.રૂા.૫૧૦૦-/ ના મુદ્દામાલ

ઉપરોક્ત કામગીરીમાં એસ.ઓ.જી. પો.ઈન્સ.શ્રી એસ.એન.ગડુ તથા પો.સ.ઇ.શ્રી એમ.એમ.ઝાલા તથા એસ.ઓ.જી. સ્ટાફ જોડાયેલ હતો.