*GNA અમદાવાદ:* HDFC Life ઇન્સ્યોરન્સ વીમા કંપનીના અધિકારી તરીકેની ઓળખ આપી વીમા કંપનીમાં રોકાણ કરવાના બહાને જુદા જુદા બેંક એકાઉન્ટમાં ૧૧ કરોડ રુપિયા જમા કરાવી છેતરપીંડી કરતી ગેંગને અમદાવાદ સાઇબર ક્રાઇમ મેં દિલ્હી ખાતેથી પકડી પાડતી હતી. જેમાં 2 આરોપી ની ધરપકડ કરવામાં આવી છે .
અમદાવાદના સેટેલાઇટ વિસ્તાર માં રહેતા વ્યક્તિએ HDFC INSURANCE પોલિસી લીધી હતી . જેને લઈ એક દિવસ અજાણ્યા નંબર થઈ ફોન આવ્યો હતો જેમા આરોપીએ એ HDFC ઇન્સ્યોરન્સ અધિકારી તરીકે ઓળખ આપી હતી . આરોપીએ વ્યક્તિ ને રોકાણ કારેલ રકમ પર 18 થી 24% જેટલું ઊંચું વળતર મારવાની લાલચ આપી ડોક્યુમેન્ટ્સ લઈ અનેક લોકો સાથે રૂપિયા 11,06,71,828 ની છેતરપિંડી કરી હતી. જેની ફરિયાદ સાઇબર ક્રાઇમ માં થતા સાઇબર ક્રાઇમ દ્વારા 2 આરોપી પિતા બ્રિજેશ ગિરી અને પુત્ર સૌરભ ગિરી ની ધરપકડ કરી હતી. એસીપી રાજદીપસિંહ ઝાલા ના જણાવ્યા મુજબ આરોપી પહેલા HDFC ના કોલ સેન્ટર મા કામ કરતા હતા. આરોપીઓ ને સાઇબર ક્રાઇમ સેલે દિલ્હી થી ધરપકડ કરી હતી સાથે આરોપીઓ પાસે થી 3 મોબાઈલ ફોન મળી આવ્યા છે.જોકે બીજા આરોપીઓ હજી ફરાર છે સાથે સાથે બીજા મોટા ખુલાસા કરતા જણાવ્યું હતું કે HDFC INSURANCE અનેક અધિકારીઓ પણ છેતરપીંડી માં જોડાયેલા છે અને તપાસ કરતા વધુ માહિતી બહાર આવશે.