વ્યાજખોરો સામે સકંજો: જૂનાગઢ જિલ્લામાં 10 દિવસમાં 5 ગુન્હા નોંધાયા
જૂનાગઢ, બાંટવા, કેશોદ, ચોરવાડ અને ઝરીયાવાડામાંથી કિસ્સાઓ સામે આવ્યા
અત્યાર સુધીમાં 11 ઇસમો સામે જુનાગઢ પોલીસે નોંધી ફરિયાદો
વ્યાજખોરો કોરા ચેકો લખાવી 20 થી 25 ટકા વ્યાજની કરતાં પઠાણી ઉધરાણી
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આગામી એક માસ સુધી વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ વિભાગને આદેશ આપ્યા છે, પ્રથમ 100 દિવસમાં વ્યાજખોરીમાંથી મુક્તિ જ સરકારનું મિશન છે, જેને લઈને રાજ્યભરમાં લોકોનું શોષણ કરતા વ્યાજખોરો સામે મુહિમ શરુ કરવામાં આવી છે, જેને લઈને જૂનાગઢ શહેર અને સમગ્ર જિલ્લામાં પોલીસે અભિયાન શરુ કરીને ઠેર-ઠેર લોકદરબારના આયોજન કર્યા છે.
જૂનાગઢ શહેર અને જિલ્લામાં આ 10 દિવસ દરમિયાન વ્યાજખોરીના દુષણમાં સપડાયેલા અનેક લોકોએ પોલીસ સમક્ષ આવતા અત્યાર સુધીમાં બાંટવા, કેશોદ, ચોરવાડ, શીલ અને જૂનાગઢ શહેરમાં કુલ પાંચ ગુન્હા પોલીસ દફતરે નોધવામાં આવ્યા છે, અને 11 જેટલા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.