ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામનાં સતિષ પટેલ હાઈ જમ્પમાં યુનિવર્સિટી કક્ષાએ અવવ્લ

 

ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામનાં રહીશ સતિષ પટેલ ૧૧૯ કોલેજનાં વિધાર્થીને માત આપી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે હાઈ જમ્પમાં પ્રથમ ક્રમ ઓલપાડ તાલુકાનો ડંકો વગાડ્યો હતો.

સુરત જિલ્લાનાં છેવાડાનાં ભાંડુત ગામનાં રહીશ સતિષ પટેલે બાળપણથી જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી અને માતા અને બેન સાથે સમગ્ર પરિવારની જવાબદારી સાથે ખેતી સાથે અભ્યાસ કરતાં કરતાં ઘરની જવાબદારી નિભાવીને પરિવાર અને ગ્રામજનોનાં સાથસહકારથી આગળ વધીને રમત ગમત ક્ષેત્રે મેરેથોન, સાયકલિંગ, હાઈ જ્મ્પ જેવી સ્પર્ધાઓમાં અનેકવાર પ્રથમ નંબર પ્રાપ્ત કરીને ગામનું નામ રોશન કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઓલપાડ તાલુકાનું નામ રોશન કરનાર ડો.ધર્મેશ પટેલ અને સતિષ પટેલની કાકા-ભત્રીજાની બેલડીએ સાયકલિંગ અને હાઇજમ્પમાં અનેકવાર સિદ્ધિ મેળવી સમગ્ર પંથકનું નામ રોશન કરેલ છે. ગામનાં સરપંચ ધનુબેન તથા ડે.સરપંચ હેમંતભાઈ પટેલે બંને નવયુવાનોને અભિનંદન પાઠવ્યા હતાં.