જી-૨૦ સમિટના ડેલીગેટસનું સફેદ રણમાં કેમલ સફારી અને કચ્છી સંસ્કૃતિની ઝાંખી પેશ કરીને કરાયું સ્વાગત

૦૦૦૦

ભુજ, મંગળવારઃ

જી-૨૦ સમિટ અનુસંધાને વિવિધ દેશના ડેલીગેટસ કચ્છના મહેમાન બન્યા છે. ત્યારે ધોરડો સફેદ રણ ખાતે કેમલ સફારી અને સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખીઓ રજૂ કરીને તેમનું કચ્છી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું.

કચ્છની સંસ્કૃતિની ઝલક સાથે અધિકારીશ્રીઓને શ્વેત રણમાં મીઠેરો આવકાર આપવામાં આવ્યો હતો. ધોરડો ખાતે સફેદ રણ નિહાળવા નીકળેલા ડેલીગેટસના માનમાં વોચ ટાવરથી સનસેટ પોઇન્ટ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમની ઝલક રજૂ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ, વિદ્યાર્થીઓ તથા સ્થાનિક કલાકારો પોતાની કળા રજૂ કરી હતી.

રોડના શોના લોક સંગીતમાં જોડિયા પાવા, મોરચંગ, સુરંદો, ગડા- ગમેલા, કચ્છી કાફી તેમજ કચ્છની ગ્રામીણ વેશભૂષામાં સજ્જ થયેલા કલાકારોએ કચ્છી લોક નૃત્યોને પેશ કર્યું હતું. કેમલ સફારી સાથે કચ્છની ગ્રામીણ સંસ્કૃતિને નિહાળીને ડેલિગેટસે આનંદ અનુભવ્યો હતો.

સફેદ રણમાં આથમતા સૂરજની સોનેરી સંધ્યા વચ્ચે વિવિધ દેશના પ્રતિનિધિઓએ સેલ્ફી લઈને સફેદ રણની મજા માણી હતી.

જીજ્ઞા વરસાણી/સીદીક કેવર ૦ ૦ ૦ ૦ ૦