રાજ્યપાલશ્રીની મુલાકાત સાથે બેઠક કરતા ગુજરાત નૌસેનાના ફ્લેગ ઑફિસર કમાન્ડીંગ સમીર સકસેના

જીએનએ ગાંધીનગર: ફ્લેગ ઑફિસર કમાન્ડીંગ ગુજરાત નૌસેના ક્ષેત્ર રિયર એડમિરલ શ્રી સમીર સક્સેના (નૌસેના મેડલ)એ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા બેઠક કરી હતી.

 

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી શિક્ષણવિદ્ પણ છે, એ સંદર્ભે રિયર એડમિરલ શ્રી સમીર સક્સેનાએ નૌસેનાના આઈએનએસ સરદારના બેઝમથક પોરબંદરમાં કાર્યરત નેવલ ચિલ્ડ્રન સ્કૂલની શૈક્ષણિક પ્રવૃત્તિઓને વધુ અસરકારક અને પ્રભાવક બનાવવા માર્ગદર્શન મેળવ્યું હતું.

માત્ર નૌસેના કર્મીઓના જ નહીં, સામાન્ય નાગરિકોના બાળકો પણ જ્યાં ભણે છે એ પોરબંદર નેવલ ચિલ્ડ્રન સ્કૂલ વિશે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખૂબ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે શોર્ટ સર્વિસ કમિશન ઓફિસરો, અગ્નિવિરો અને નેવલ સ્કૂલ સંદર્ભે ભાવિ આયોજનો અંગે પણ વિચાર-વિમર્શ કર્યો હતો.