*સિંધુ નદીમાં બસ ખાબકી, બાળકો સહિત 26 લોકોનાં મોત*

પાકિસ્તાનના સ્કાર્દુ જિલ્લાના રોન્દુ તાલુકા પાસે એક પેસેન્જર બસ સિંધુ નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 26 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 2 લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે. સ્કાર્દુના ડેપ્યુટી કમિશનર ખુર્રમ પરવેઝે આ માહિતી આપી હતી. આ બસ રાવલપીંડિથી સ્કાર્દુ જઇ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ગિલગીટ બાલ્ટિસ્તાન સરકારના પ્રવક્તા ફૈજુલ્લાહ ફિરાકના જણાવ્યા અનુસાર ગિલગીટ નજીક રાઉન્ડુ ખાતે ખાડામાં પડી હતી. અત્યારસુધી 8 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. 20 લોકોના ઘટનાસ્થળે અને 6 લોકોનાં હોસ્પિટલમાં મોત થયા છે. સપ્ટેમ્બરમાં જ 27 લોકોનાં થયાં હતાં મોત