💫 *_વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા નવી ખરીદ કરેલ ટ્રોલી બેગ ખોવાય જતા જૂનાગઢ પોલીસ દ્રારા ગણતરીની કલાકોમાં શોધી કાઢેલ._*

💫 _ભારત સરકારના પેરા મીલીટ્રી ફોર્સ CRPF ના નીવૃત જવાન સુમારશા કાસમસા સોરવદીના પત્ની જૂનાગઢ શહેરમાં આઝાદ ચોકથી ખરીદી કરી ઓટો રીક્ષામાં બેસી સરગવાળા જતા હોય, સરગવાળા પહોચ્યા બાદ તેઓને માલુમ થયેલ કે તેમણે *નવી ખરીદ કરેલ રૂ. ૧,૫૦૦/-ની કીંમતની ટ્રોલી બેગ ઓટો રીક્ષામાં જ ભુલી ગયેલ,* તેઓ વ્યથિત થઈ ગયેલ હતા. આ બાબતની જાણ જૂનાગઢ શહેરના બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. એન.એ.શાહ ને કરતા પી.આઇ. એન.એ.શાહ દ્રારા નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) અને બી ડીવીઝન પો.સ્ટે. દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

 

💫 _જૂનાગઢ રેન્જના *આઈજી શ્રી મયંકસિંહ ચાવડા* તથા જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

 

💫 _જૂનાગઢ ડીવીઝનના ડી.વાય.એસ.પી. એચ.એસ.ધાંધલીયાના માર્ગદર્શન હેઠળ બી.ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ. એન.એ.શાહ, પો.કોન્સ. વનરાજસીંહ ચુડાસમાં, સંજયભાઇ માલમ તથા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ખાતેના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. હરસુખભાઇ સીસોદીયા, અંજનાબેન ચવાણ એન્જીનીયર રેયાઝભાઇ અંસારી સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી સુમારશા કાસમસા સોરવદીના પત્ની જે સ્થળેથી ઓટો રીક્ષામાં બેઠેલ તે સ્થળના *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV* ફૂટેજ ચેક કરી તે ઓટો રીક્ષાનો નંબર GJ 01 TG 0759 શોધી કાઢેલ હતો._

 

💫 _જૂનાગઢ બી ડીવીઝન પોલીસ દ્વારા ઓટો રીક્ષા ચાલકને શોધી ગણતરીની કલાકોમાં સુમારશા સોરવદીની ભુલાયેલ *રૂ. ૧,૫૦૦/-ની નવી ખરીદેલ ટ્રોલી બેગ સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને સુમારશા સોરવદીએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો….*_

 

💫 _જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) અને બી ડીવીઝન પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં સુમારશા સોરવદીની રૂ.૧,૫૦૦/- ની કીમતની ખોવાયેલ નવી ખરીદેલ ટ્રોલી બેગ સહી સલામત પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, *પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે.._