ભરૂચ શહેર ‘બી’ ડિવિ. પો. સ્ટે.ના જાસુસીકાંડ નાં ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
મનિષ કંસારા
ભરૂચ: ભરૂચ શહેર ‘બી’ ડિવિ. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૯૦૧૨૨૩૦૦૭૦/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૪૦૯, ૧૧૬,૧૧૯, ૨૦૧, ૧૧૬(એ), ૧૨૦(બી), ૧૧૪ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ ૬૬ તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ -૧૯૮૮ નાં સુધારા અધિનિયમ- ૨૦૧૮ ની કલમ-૧૨, ૧૩(૧)(ક), ૧૩(૨) મુજબનો ગુનો તારીખ-૦૮/૦૨/૨૦૨૩ નાં રોજ દાખલ થયેલ અને સદર ગુનાનાં કામે અગાઉ (૧) અશોકભાઈ બળદેવભાઈ સોલંકી (૨) મયુરભાઈ ગોવિંદભાઈ ખુમાણ (૩) નયન ઉર્ફે બોબડો કિશોરચંદ્ર કાયસ્થ નાઓને ઝડપી પાડવામાં આવેલ હતા અને સદર ગુના કામનો આરોપી પરેશ ઉર્ફે ચકો શનુભાઈ ચૌહાણ રહેવાસી- ગીતાંજલી, એપાર્ટમેન્ટ, કારેલી બાગ, વડોદરા વાળો છેલ્લા એક વર્ષથી ધરપકડથી બચવા સારુ નાસતો કરતો હોય, જે આરોપીને ગત તા.૨૯/૦૩/૨૦૨૪ નાં રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ, ગુ.રા. ગાંધીનગર દ્વારા ઝડપી પાડવામાં આવેલ હોય અને સદર આરોપી ઉપરોક્ત ગુનાનાં કામે વોન્ટેડ હોય જેથી સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરથી આરોપીનો કબ્જો મેળવી તા- ૩૦/૦૩/૨૦૨૪ નાં કલાક – ૧૭/૦૫ વાગે ઉપરોક્ત ગુનામાં અટક કરવામાં આવેલ છે. તેમજ વધુ તપાસ અર્થે આરોપીના રીમાન્ડ મેળવવાની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ સી. કે. પટેલ નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ, ભરૂચ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.