કચ્છ જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પેપર લીક મુદ્દે કલેકટર ને આવેદનપત્ર પાઠવી કરાઈ રજુઆત
આજ રોજ જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા પૂરા ગુજરાત નાં અલગ અલગ જિલ્લાઓ માં કલેક્ટર શ્રી ની કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આમ આદમી પાર્ટી કચ્છ લોકસભા સચિવ શ્રી સંજય બાપટ ની આગેવાની માં કચ્છ જીલ્લા ના મુખ્ય મથક ભુજ મઘ્યે નિવાસી કલેકટર શ્રી મારફતે મુખ્યમંત્રી શ્રી ને પાઠવવામાં આવ્યું જેમાં કચ્છ લોકસભા ઉપપ્રમુખ અંકિતા ગોર , અરવિંદ ભાઈ હિરાણી, ભપેન્દ્રસિંહ જાડેજા, કમલેશ ભાઈ ગોસ્વામી, અશરફ ભાઈ રતાની , ઉમરશી ભાઈ મારવાડા, રફીક ભાઈ રાયમા , અભિમન્યુ ભાઈ મહેતા, સતારભાઈ માંજોઠી વગેરે પદાધિકારી, કાર્યકરો જોડાયા હતા ..
તા. 29-01-2023ના રોજ યોજાનારી સ્પર્ધાત્મ પરીક્ષાનું પેપર ફૂટી ગયું અને પરીક્ષા રદ કરવી પડી. પરીક્ષા રદ કરવાનો મતલબ છે કે 9.53 લાખ યુવાનોના પરિવારના સપના રોળાઈ જવા. કરોડો રૂપિયાનો વિદ્યાર્થીઓએ કરેલો ખર્ચ એળે જવો. આજે મોંઘવારીના સમયમાં પરીક્ષા પાછળ પુસ્તકો, વર્ગો, વાહન ખર્ચ વગેરે મળીને એક એક વિદ્યાર્થી ઓછામાં ઓછા 50,000/- રૂપિયાનો ખર્ચ કરે છે અને બીલીકુલ પરીક્ષાના દિવસે જ એને ખબર પડે છે કે પેપર ફૂટી ગયું અને પરીક્ષા રદ થઇ!!
વારંવાર પેપરો ફૂટવા, પરીક્ષાઓ રદ થવી અને દર વખતે નાના નાના ગુનેગારોને પકડીને રૂટિન કામની જેમ પૂરું કરી દેવું એ શું દર્શાવે છે? ખુબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતની જનતાએ ‘ભરોસાની ભા.જ.પ.’ સૂત્ર પર વિશ્વાસ મૂકીને જે જંગી બહુમતી સરકારને આપી એ ભરોસા પર ભાજપ સરકાર ખરી નથી ઉતરી.
એક જવાબદાર વિરોધપક્ષ તરીકે આમ આદમી પાર્ટી-ગુજરાત દ્વારા મુખ્યમંત્રી પાસે માંગણી ઓ મૂકી હતી
1) અત્યારસુધી ફૂટેલા તમામ પેપરો માટે કેટલા અને કોણ કોણ લોકો પકડાયા એની વિગતો જનતા સામે મુકવામાં આવે,
2) હાલના બનાવ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશના વડપણ હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવે,
3) અત્યાર સુધીના તમામ પેપર ફૂટવાના કેસો એક જ કોર્ટમાં લાવી રોજ-રોજના ધોરણે સુનાવણી કરી કેસો સમયમર્યાદામાં પુરા કરવામાં આવે.
4) હાલની પરીક્ષાના ઉમેદવારોને થયેલા નુકશાન માટે દરેકને રૂપિયા 50000/- વળતર આપવામાં આવે,
5) સરકારી પ્રેસ હોવા છતાં કોના ઈશારે પેપરો ખાનગી પ્રેસોમાં છપાવવામાં આવે છે તેની પણ તપાસ કરવામાં આવે અને હવે પછી એક પણ પેપર ખાનગી પ્રેસમાં ના છપાય તેવી જોગવાઈ કરવામાં આવે,
6) વિધાનસભાના આગામી સત્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપરો ફૂટવાના સંદર્ભમાં આકરી સજાની જોગવાઈઓ કરતો કાયદો લાવવામાં આવે જેથી રોજે રોજ પેપર ફૂટવાના દુષણને નિવારી શકાય.
જો સરકાર જરૂરી પગલાં નહિ ભારે તો આગામી દિવસોમાં યુવા-જાગૃતિ માટે અને ગુનેગારોને સજા અપાવવા માટે
જો સરકાર જરૂરી પગલાં નહીં ભરે તો આગમી દિવસો માં યુવા જાગૃતિ માટે અને ગુનેગારોને સજા અપાવવા માટે એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટી ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમો હાથ ધરશે.