જી-૨૦ સમિટ અનુસંધાને નાણા વિભાગના અગ્ર સચિવશ્રી મોના ખંધારે ભુજ સ્મૃતિવનની મુલાકાત લઇને પૂર્વ તૈયારીની સમીક્ષા કરી
૦૦૦૦
ભુજ, બુધવાર:
આગામી માસે જી -૨૦ની સમિટ ધોરડો ખાતે યોજાવાની છે. જેને સંલગ્ન વિશ્વના ૨૭ દેશના પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓ તા. ૭ થી ૧૦ ફેબ્રુઆરી સુધી કચ્છમાં રોકાણ કરીને સમિટમાં ભાગ લેવા સાથે જિલ્લાના પ્રવાસન સ્થળોની મુલાકાત પણ લેશે.
જે અનુંસંધાને આજરોજ નાણા વિભાગના અગ્ર સચિવશ્રી મોના ખંધારે ભુજ સ્મૃતિવનની મુલાકાત લઇને પૂર્વ તૈયારીની સમીક્ષા કરી હતી.
ભુજ ખાતે સ્મૃતિવનની મુલાકાત લઇને વિવિધ વિભાગો નિહાળીને જી-૨૦ પરિષદના અનુસંધાને કલેકટરશ્રી દિલીપ રાણા સાથે જરૂરી ચર્ચા કરીને સુચન કર્યા હતા.
આ મુલાકાત દરમિયાન પ્રવાસન વિભાગના સચિવશ્રી હારીત શુકલા, પ્રવાસન નિગમના એમડીશ્રી આલોક પાંડે સાથે રહ્યા હતા.
જિજ્ઞા વરસાણી