*મંત્રી ભૂપેન્દ્રસિંહના નામે અધિકારીઓને દમ મારનાર હેતલ શાહની ધરપકડ*

જીએસટી દ્વારા ઝડપી પાડવામાં આવેલા કરોડો રૂપિયાના બોગસ બિલીંગ કૌભાંડનો માસ્ટર માઇન્ડ અશરફ કલવાડીયા રાજયના શિક્ષણમંત્રી ચુડાસમાનો મિત્ર હોવાનું કહી સમગ્ર કેસની તપાસમાં નરમાશ રાખવા માટે દબાણ કરનાર મહિલા હેતલ શાહની ઉમરા પોલીસે ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.42 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ અધિકારીઓએ ભુપેન્દ્રસિંહની ઓફિસનો સંપર્ક કરતા સમગ્ર ભાંડો ફુટી ગયો હતો