બેલા ગામમાં ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ગોડાઉનમાં જથ્થો ઉતાર્યેા હતો ૩૭૮૦ બોટલ, પિકઅપ વેન મળી ૨૦.૧૯ લાખનો મુદ્દામાલ કબજે
રાજકોટની કુખ્યાત બુટલેગર બેલડી જંગલેશ્ર્વરના ફિરોઝ ઉર્ફે ફિરિયો હાસમભાઈ સંધી તથા ધવલ રસિકભાઈ સાવલિયાએ મોરબીના બેલા ગામે ગોડાઉનમાં ઉતારેલો ૧૫,૧૯,૩૨૦ની કિંમતનો ૩૭૮૦ બોટલ દારૂ મોરબી એલસીબીએ પકડી પાડયો છે. જો કે રાબેતા મુજબ બન્ને બુટલેગરો પોલીસને હાથ લાગ્યા નથી. મોરબી જિલ્લા પોલીસની હદ ફિરિયાને વધુ સલામત લાગતી હોય તેમ અગાઉ પણ ટંકારા નજીક ગોડાઉનમાં જથ્થો ઉતાર્યેા હતો. બેલા ગામે સાંઈ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા પવનસૂત ઓફસેટ પ્લોટ નં.૨માં ગોડાઉનમાં ફિરોઝ તથા ધવલનો લાખોની કિંમતનો વિદે દારૂનો જથ્થો હોવાની માહિતી આધારે એલસીબી પેરોલ ફર્લેા સ્કવોડની ટીમે દરોડો પાડયો હતો. ગોડાઉન ચેક કરતા અંદરથી અલગ અલગ બ્રાન્ડની ૩૭૮૦ બોટલ દારૂ મળી આવ્યો હતો. ઉપરાંત હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા જીજે૨૫યુ ૯૮૨૬ નંબરનું પીકઅપ વેન મળી આવતા ૨૦,૧૯,૩૨૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો., બન્ને બુટલેગરો, વાહનધારક સહિતના સામે પોલીસે ગુનો નોંધાવ્યો હતો.
Suresh vadher