ગીતામાં પીપળો અને વડ જેવા વૃક્ષો ભગવાન ની વિભૂતિ છે…વૃક્ષો પરમ વૈષ્ણવો છે

ગીતામાં પીપળો અને વડ જેવા વૃક્ષો ભગવાન ની વિભૂતિ છે…
ગોવર્ધન ધારણ કરવાની લીલા હોય , શ્રીમદ ભાગવત સહિત બધાય અઢાર પુરાણ હોય કે પછી ચારેય વેદો હોય… એ બધે જ પીપળો અને વડ પૂજનીય છે એમ લખેલ છે… આ વૃક્ષો આયુર્વેદ ગ્રંથોમાં પ્રાણ અને અમૃત સમાન ગણાય છે… બંને વૃક્ષોની દેવો ની સાથે તુલના થાય છે…કેમકે એ આખા દિવસ દરમિયાન કરોડો લિટર ઑક્સિજન આપે છે એ પણ મફતમાં…

આપણા હિંદુ ધર્મગ્રંથોમાં ક્યાંય પણ વડ કે પીપળા માં ભૂત હોય એવો ઉલ્લેખ નથી…

વિદેશી આક્રમણકારી લોકોએ લાકડા માટે અને લાકડા સળગાવીને લક્કડિયા કોલસા પાડવા માટે એ જમાનાના અભણ ભોળા લોકોને ઢોંગી બાબા ફકીરો ના માધ્યમથી એવું મગજમાં ફસાવી દીધું કે એમાં ભૂત રહે…

ભૂતનો વાસ પીપળો એ લાકડા ચોરોની બનાવી નાંખેલી કહેવત હતી…


આપણે હવે અભણ નથી રહ્યા… તો આવો આજથી જ રોજ કરોડો લિટર ઑક્સિજન આપતા પીપળા અને વડનું રોપણ કરીએ , દરરોજ પાણી પીવડાવીએ , આજુબાજુ રેલિંગ કે જાળી નખાવી એનું જતન કરીએ…
અને આપણે એ જમાનાના લોકો જેવા ભોળા અને અભણ નથી એ સાબિત કરીએ…

વૃક્ષો પરમ વૈષ્ણવો છે… જય શ્રી કૃષ્ણ…