વેરાવળમાં અઢી લાખના ૨૪ લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોર ધાકધમકી આપી હજુ ૧૫ લાખ માગે છે

વેરાવળમાં આવાસ યોજનાની બીલ્ડીંગમાં રહેતા અને પેટ્રોલપંપમાં કામ કરતા યુવકે તેની પત્નીના ડીલેવરી સમયે દવાખાનાના કામ માટે ભાલકા વિસ્તારમાં રહેતા શખ્સ પાસેથી રૂા.અઢી લાખ ત્રીસ ટકા વ્યાજે લીધેલ અને તેની સીકયુરીટી પેટે સહી કરેલા ચેક તથા પ્રોમીસરી નોટમાં સહી કરી આપેલ અને આ રકમ સામે વ્યાજ સહીત રૂા.૨૪ લાખ ૪૮ હજાર જેવી રકમ ચુકવી દીધેલ હોવા છતાં વધુ રૂા.૧૫ લાખની વ્યાજની પઠાણી ઉઘરાણી કરેલ હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરેલ છે.

​​​​​​​

આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળમાં ડાભોર રોડ ઉપર આવેલ આવાસ યોજનામાં રહેતા અને કૈલાસ પેટ્રોલપંપમાં નોકરી કરતા મનોજ ભીખાભાઇ તન્ના ઉ.વ.૨૮ નામના યુવાનની પત્નીને બે વર્ષ પહેલા ડીલેવરીના સમયે દવાખાનાના ખર્ચ માટે ખારવા વાડ સોની બજારમાં રહેતા અને હાલ ભાલકા રહેતા રાજેશ કાનજી કોટીયા પાસેથી તા.૧૦-૮-૨૦૨૦ ના રૂા.દસ હજાર વીસ ટકા વ્યાજે લીધેલ અને આ પૈસાનો રોજના રૂા.૪૦૦ નો હપ્તો નકકી કરેલ અને રોજના રૂા.૪૦૦ રાજેશ વ્યાજના લઇ જતા અને આ રકમ વ્યાજ ભરવામાં જ પુરા થઇ જતા અલગ-અલગ કરી કુલ રૂા.અઢી લાખ વ્યાજે લીધેલ હતા તેની સામે સહી કરેલા કોરા ચેક પંજાબ નેશનલ બેંકના આપેલ તથા પ્રોમીસરી નોટમાં સહી કરી આપેલ અને રૂા.અઢી લાખનું ત્રીસ ટકા વ્યાજ ગણતા યુવાને લીધેલા પૈસા વ્યાજ ચુકવવામાં પુરા થઇ જતા અને બીજા પૈસા ન હોય ત્યારે રાજેશ કોટીયા વ્યાજ સહી રૂા.૧૫ લાખ આપવા પડશે તેમ કહી પઠાણી ઉઘરાણી કરતા મનોજ તન્ના એ જુદા-જુદા લોકો પાસેથી રકમ લઇ રાજેશ ને આપેલ અને તેનું જુનુ મકાન પાઘડી પેટે હતું તેની રકમ પણ રાજેશ ના વ્યાજના ચુકવતા અત્યાર સુધીમાં રૂા.૨૪ લાખ ૪૮ હજાર આપેલ તેમ છતાં હજુ રૂા.૧૫ લાખ બાકી હોવાનું કહી પઠાણી ઉઘરાણી કરી રહેલ તે દરમ્યાન છાપામાં સમાચાર વાંચેલ જેમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા હોય તેઓએ પોલીસને જાણ ક�

 

તેમ છતાં હજુ રૂા.૧૫ લાખ બાકી હોવાનું કહી પઠાણી ઉઘરાણી કરી રહેલ તે દરમ્યાન છાપામાં સમાચાર વાંચેલ જેમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા હોય તેઓએ પોલીસને જાણ કરવી તેથી આ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે રાજેશ કાનજીભાઇ કોટીયા રહે.ભાલકા વાળા સામે આઇ.પી.સી. કલમ ૫, ૪૦, ૪૨ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ. અર્ચનાબેન ખુમાણે હાથ ધરેલ છે.