મોરબીમાં ચાર સ્થળેથી ચાઇનીઝ દોરાનું વેચાણ કરતા ચારને ઝડપ્યા

ગુજરાતમાં અનેક સ્થળો પર ચાઈનીઝ દોરીના કારણે લોકોના મોત નિપજ્યાંની ગંભીર ઘટના સામે આવી છે. જેથી સરકારે ચાઇનીઝદોરાના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે મોરબીના યોગીનગર નજીક એક યુવક ચાઈનીઝ દોરીની ૫ ફીરકી સાથે મળી આવ્યોહતો. જેને પગલે એલ.સી.બી. પોલીસે તેની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી એલ.સી.બી. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન મોરબીના યોગીનગર ખારી વિસ્તાર સામાકાંઠા પાસે આરોપીયુવરાજસિંહ વાધુભા જાડેજા પોતાના રહેણાંક મકાનમાં પ્રતીબંદિત ફીરકીનું વેચાણ કરતાં મળી આવ્યો હતો. જેથી પોલીસે ફીરકીનીચકાસણી કરતાં તેમાં પ્રતિબંધીત ચાઈનીઝ દોરાની ફીરકી હોવાનું ખૂલ્યું હતું. જેથી પોલીસે રૂપિયા ૧ હજારની કિંમતની ૫ ફીરકી સાથેઆરોપી યુવરાજસિંહને ઝડપી મોરબી સીટી બી ડીવીઝ્ન ખાતે સોપીને  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

​​​​​​​

આ કામગીરીમાં એલ.સી.બી. પોલીસના પી આઈ કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા અને એલ.સી.બી. મોરબી સ્ટાફના માણસોજોડાયેલ હતાં.

બીજા દરોડામાં જેમાં પ્રથમ કિસ્સામાં આરોપી જીગ્નેશભાઇ જગદીશભાઇ માજુસા ત્રાજપર ચોકડી પાસે રૂપિયા ૧ હજારની પાંચ નંગ પ્રતિબંધીતચાઇનીઝ ફીરકી સાથે ઝડપાયો હતો. બીજા કિસ્સામાં આરોપી કુમારભાઇ દિપકભાઇ પંસારા વીસીપરામાં જીન નામે ઓળખાતા મેદાનપાસે રૂપિયા ૪,૨૦૦ હજારની ૨૧ નંગ પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકી સાથે ઝડપાયો હતો. અને ત્રીજા કિસ્સામાં આરોપી કાનજીભાઇસુરેશભાઇ હળવદીયા વીસીપરા વિસ્તારમાં આવેલ સિસ્ટરના બંગલા પાસે રૂપિયા ૬,૦૦૦ હજારની ૩૦ નંગ પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકીસાથે ઝડપાયો હતો.આ ત્રણેય કિસ્સામાં પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.