રાજકોટમાં હોટલ સયાજીને વાઇન શોપની મંજૂરી
સૌરાષ્ટ્ર્રની રાજધાની ગણાતા રાજકોટમાં વિકાસશીલ ક્ષીતિજો પણ વધી રહી છે. રાજકોટમાં આવતા મોંઘેરા યાત્રીઓને ફાઇવ સ્ટાર દરજાની હોટેલોની સવલતો પણ મળી રહે છે. શહેરના કાલાવડ રોડ ઉપરની ક્રિકેટર્સ તેમજ વીવીઆઇપીઓ માટેની હોટ ફેવરીટ ગણાતી હોટેલ સયાજીને વાઇન શોપની મંજુરી મળતા આંતરરાષ્ટ્ર્રીય કક્ષાની સુવિધા ધરાવતી આ હોટેલમાં વધુ એક છોગું ઉમેરાયું છે.
વિદેશ કે અન્ય રાયોમાંથી આવતા ધનાઢય ઉતારુઓ માટે હોટેલ સયાજીએ થોડા સમયમાં જ એક સારી એવી ચાહના મેળવી છે. રાજકોટમાં ક્રિકેટ મેચ વખતે પણ ક્રિકેટરોના ઉતારા આ હોટેલમાં હોય છે. ફુડથી લઇ અન્ય તમામ ફેસેલિટી સાથે શિરમોર હોટેલ સયાજીમાં અત્યાર સુધી વાઇન શોપની સુવિધા ન હતી. હોટેલમાં ઉતરતા પ્રવાસીઓને સારી સહુલત મળી રહે તે માટે તત્પર આ હોટેલ સંચાલકો દ્રારા લીકર પરમીટ માટેની કાર્યવાહી કરાઇ રહી હતી. તાજેતરમાં જ હોટેલ સયાજીને વાઇનશોપની મંજુરી મળતા હવે આ હોટેલની સિધ્ધિમાં વધુ એક કલગી ઉમેરાઇ છે. અત્યાર સુધી રાજકોટમાં પાંચ હોટેલ મળી ૬ સ્થળે વાઇન શોપની પરમીટ હતી. હવે આ યાદીમાં હોટેલ સયાજીનું નામ પણ ઉમેરાયું છે.