*હોળી માત્ર આગ નથી, સામાજીક ધરોહર છે.* *વિજ્ઞાન, ધર્મ, ખેતી, સામાજિક પરંપરા નું પ્રતિક છે.* *ઈમેજમેકર : શૈલેશ રાવલ* *9825072718*

ધર્મ કથાનક અનુસાર આસુરી શક્તિ પર વિજય ઉત્સવ એટલે હોલિકા દહન, વિજ્ઞાન અનુસાર બદલાતી ઋતુઓમાં જીવાણું નાશક પ્રક્રિયા, ખેતીવિષયે નવા ધાન ને વધાવવાની અવસર, ઉપરાંત આવનાર વર્ષ કેવું રહેશે તેનો વર્તારો કરવાનો વર્ષાઋતુ અનુમાન કરતો હવામાન વિભાગ,સામાજિક પરંપરામાં કુટુંબમાં આવતું નવું બાળક, નવી વહુની ઓળખ કરવાનો અવસર, હેલ્થ જાળવવા ધાણી, ખજૂર, હારડા, મમરા વગેરે કફનાશક વાનગી પ્રચારમંચ….
જોકે શહેરોમાં ડામર રોડ પર કરાતી હોળી પ્રાગટયવિધિ થી કોર્પોરેશન વિભાગને રસ્તા પર થીગડા મારવા મજબૂર થવું પડે તે પહેલા અનેક સ્કુટર સવરો ગડથોલિયા ખાઈ જાય તે પાછી જુદી આડવાત છે.
હોળી અને ધૂળેટીના આ બે દિવસોને રંગોત્સવ કહીએ તો કેવું રહે… દોડધામ ની જિંદગીમાંથી રંગો ઓછા થતાં જાય છે એ વાસ્તવિકતા છે. બાય ધ વે કોરોના જેવા સંક્રમણ કરતા અનેક તાવ તરિયા આ હોળીના તાપે તપીએ તો અસુરોનો જેમ બળીને ભસ્મ બને એ વાત તો WHO . અને આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારે જ છે. અને વડવાઓ એટલે જ કહેતા હશે કે ઘરડા, બીમાર અને બાળકોએ તો જરૂર આ હોલિકા પ્રદક્ષિણા કરવી જ પડે.
આપ સૌ ને રંગઉત્સવ ના વધામણાં સાથે #HAPPY #HOLI… રંગોત્સવ માં મર્યાદા અને આંખો જરૂરથી જળવજો. સૌને શુભેચ્છાઓ.