૨૦૨૨ની વિધાનસભાની ચુંટણીના પરિણામો જાહેર થાય તે પહેલા જામનગર એલસીબીને મળી મોટી સફળતા…

જીએનએ જામનગર: જામનગર જિલ્લાના જામજોધપુર અમરાપર રોડ ઉપર પરવાડા ગામની સીમ ટપકેશ્વર મહાદેવના મંદિર પાસે રોડ ઉપર થી ૧૨ લાખથી વધુના દારૂ સહિતના મુદ્દામાલ સાથે જામનગર એલસીબીને ઝડપી લેવામાં સફળતા મળી છે.

 

જામનગર એલસીબીએ ઇગ્લીંશ દારૂના પાઉચ નંગ-૭૦૦૮ કિ.રૂ. ૪,૯૦,૫૬૦ તથા મોબાઇલ ફોન તથા ટાટા ૪૦૭ વાહન મળી કુલ કિ.રૂ.-૧૨,૦૦,૫૦૦/-ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડ્યા: દારૂના સપ્લાયરને પકડવાનો બાકી…

 

સમગ્ર રાજ્યમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લોકશાહીના પર્વની ઉજવણીના ભાગ રૂપે ૩૭ મત ગણતરી સેન્ટરો પર મતગણતરી શરૂ હતી, કેટલાક ઉમેદવારો જીતી ચૂક્યા હતા, કેટલાક ઉમેદવારોના ગણતરીના અમુક રાઉન્ડ બાદ નામ માત્ર પણ મત નતા આવતા, કેટલાક ઉમેદવારો પોતાની હાર ભાળી કાઉન્ટીનગ બુથ છોડી મોબાઈલ બંધ કરી જતાં રહ્યા હતા તો કોઈ કોઈ ઉમેદવારો ગણતરીના છેલ્લા રાઉન્ડ સુધી જીતવાની રાહ જોતાં હતા કે હવેના રાઉન્ડમાં લીડ કપાશે, પણ જનતાજનદાનની ક્યાંક ને કયાક નારાજગીના લીધે એ શક્ય ના બન્યું ને કારમી હર ને ભેટયા. કોઈ ઉમેદવારોના મનમાં જીતના જશ્નનો માહોલ હતો, અને કોઈના દિલ દેખાતી કારમી હારના લીધે કોહવાયા હતા. કે ચુંટણી જીતવા આટલો મોટો ખર્ચો કર્યો એ ખાડો હવે કેમ બુરવો, આ સમયે પોલીસ પણ સતર્ક રહી ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમો ઉપર ચાંપતી નજર રાખી તેઓની ગે.કા પ્રવૃતી જણાયે કાયદેસરની કાર્યવાહી કરવા તત્પર હતી આ અંગે જામનગર જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલ નાઓએ દારૂ જુગારના સફળ કેશો સોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી.ના પો.ઇન્સ. જે.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો..સ.ઇ. આર.કે.કરમટા તથા પો.સ.ઇ. એસ.પી.ગોહિલ તથા સ્ટાફના માણસો જામનગર જીલ્લાના જોમજોધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમા પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા દરમ્યાન જામનગર એલ.સી.બી.ના પોલીસ સ્ટાફના પોલીસ હેડ કોન્સ અશોકભાઇ સોલંકી તથા ધાનાણાઇ મોરી તથા પો.કોન્સ કિશોરભાઇ પરમારને મળેલ હકિકત આધારે જામજોધપુર અમરાપર રોડ ઉપર પરવાડા ગામની સીમ ટપકેશ્વર મહાદેવના મંદિર પાસે રોડ ઉપર ટાટા ૪૦૭ જેના રજી નંબર જી.જે.૧૪ એકસ ૮૭૭૮ માથી (૧) મુબારખ ગુલામભાઇ સાંધ હોથી જાતે સંધી રહે. કુંભારવાળલ સૈયદ રોડ સુખનાથ ચોક જુનાગઢ (૨) મેરામભાઇ ભુદાભાઇ રાડા જાતે રબારી રહે.ગડગડીયાનેશ ખાગેશ્રીગામ તા.કુતિયાણા જી.પોરબંદર વાળાના કબ્જાના વાહનમાંથી ઇંગ્લીશ દારૂના પાઉચ નંગ-૭૦૦૮ કિ.રૂ.૪,૯૦,૫૬૦/- તથા બે મોબાઇલ ફોન કિ.રૂ.- ૧૦,૦૦૦/-તથા ટાટા ૪૦૭ વાહન કિ.રૂ.૭,૦૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.-૧૨,૦૦,૫૬૦/-ના મુદામાલ સાથે બને ઇસમો મળી આવતા મજકુરને મુદામાલ સાથે પકડી પાડી પો. કોન્સ કિશોરભાઇ પરમારએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્સ ધાનાભાઇ મોરીએ તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે દારૂ સપ્લાયર ધીરેન કારીયા રહે.જુનાગઢ વાળાને પકડવાની કાર્યવાહી ચાલુ હોવાની જાણકારી મળી હતી.