*જામનગરમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત, વિજય સંમેલન યોજાયું*
જીએનએ જામનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત પ્રાપ્ત કરેલ. જામનગર ૭૮, વિધાનસભાના રિવાબા જાડેજા તથા દિવ્યેશ અકબરીને ભૂતકાળ માં ન મળી હોય તેવી લીડ પ્રાપ્ત થઈ. કાર્યકર્તાઓની મહેનત અને જનતા જનાર્દન ના અટલ વિશ્વાસ નું પરિણામ બની આ ઐતિહાસિક જીત.
જામનગરના હ્રદય સમાન ચાંદી બજાર માં વિજય સભા – ઋણ સ્વીકાર સંમેલન નું આયોજન કરવામાં આવેલ.
સભામાં ભાજપ જામનગર શહેર પૂર્વ પ્રમુખ હિરેનભાઈ ભટ્ટ દ્વારા ઉદ્બોધન માં જણાવવામાં આવ્યું કે, આજે ભારત માતા કી જય બોલાવવાની જરૂર નથી, ગુજરાત ની જનતાએ આજે ભારત માતા કી જય બોલાવી ગુજરાતમાં કમળ ખીલાવ્યું છે. તેઓએ બન્ને સીટની ઐતિહાસિક જીત માટે ભાજપ શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા ને અભિનંદન પાઠવ્યા.
વિશેષ થી કહ્યું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ જામનગર ની સભા કરી ભારતીય જનતા પાર્ટી ની લહેર ઊભી કરી. અને કેન્દ્રીય ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહજી એ (કોંગ્રેસ આપ) બધું જ સાફ કરી દીધું. વિશ્વ ની નઝર ગુજરાત ની ચુટણી ઉપર હતી, અમુક વિપક્ષી દ્વારા ક્યાંક સોશિયલ મીડિયા, તો ક્યારેક યું ટ્યુબ ચેનલ દ્વારા નામ ખેરડાવવા પ્રયાસ કર્યા, પણ સફળ ન થયા. ભારતીય જનતા પાર્ટીની અકલ્પનીય લ્હેર ચાલી. ગુજરાતની પ્રજા એવી નથી કે મફતની રેવડી કે ૩૦૦ યુનિટ માટે વેચાય જાય. આપણે એવા લોકો છીએ,
જે કદાચ આપા ગીગા ના ઓટલે જમવા જઈએ, તો ત્યાં પણ નિશુલ્ક ભોજન નથી કરતા. કઈક ને કઈક દાન લખવિયે છીએ, એવા ગુજરાતીને વેચાતા લેવા આવનાર ના સૂપડા સાફ કરી દીધા. ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત કાર્યકર્તા ની મહેનત નું પરિણામ છે.
પૂર્વ પ્રમુખ અશોકભાઈ નંદાએ જણાવેલ કે, જામનગરની જનતાએ બન્ને સીટ ઉપર જે લીડ પ્રદાન કરી છે, તેનાથી એક અનેરા ઉત્સાહ નો સંચાર થયો છે. તેઓએ જણાવેલ કે, કાર્યકર્તા જ છે જે કમળને ઘર ઘર સુધી પહોંચાડી રહ્યો છે, અટલ જી નો એક પ્રસંગ ટાંકતા તેઓએ જણાવેલ કે, એક સમયે જ્યારે ભાજપના બે ઉમેદવાર સાંસદ સુધી પહોંચેલ ત્યારે અટલજી કહ્યું હતું કે એક દિવસ ભારતીય જનતા પાર્ટી ની સરકાર અહી બેસસે, ત્યારે કોઈ એ તેમની મજાક ઉડાવે અને પૂછેલ કે ક્યાં આધારે કહો છો ?, ત્યારે અટલ જી એ કહ્યું હતું કે, દેશ ભરમાં અમારા કાર્યકર્તાઓ અમારી વાત ને ઘર ઘર સુધી પહોંચાડી રહ્યા છે. કર્મઠ કાર્યકર્તાઓ જ ભારતમાં ભારતીય જનતા પાર્ટી ની સરકાર નું ગઠન કરશે, અને આજે ઐતિહાસિક જીત પણ કાર્યકર્તા ને કારણે થઈ છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં કોંગ્રેસના ૧૪૯ સીટ ની ચેલેજ ને ૧૫૬ સીટ મેળવી તોડેલ છે. વિશેષથી ભારતીય જનતા પાર્ટીના યુવા શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા ની કામગીરીને બિરદાવેલ.
ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરાએ જણાવેલ કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી થી લઇ પેઇજ સમિતિના સભ્યો સુધી ના કાર્યકર્તાઓની મહેનત નું પરિણામ છે આ ઐતિહાસિક જીત. તેઓએ વિશેષ થી જણાવેલ કે, જામનગર ના ઇતિહાસમાં ત્રણ ઘટના બની, ૧). ગુજરાતમાં ક્યારેય ન મળી હોય એટલી ૧૫૬ સીટ મળી, ૨). ૭ મી વખત ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સત્તા સંભાળશે, ૩). જામનગરના ઇતિહાસ માં ક્યારેય ન મળી હોય એટલી લીડ બન્ને ઉમેદવારો ને મળી છે. તેઓએ વિશેષ થી જણાવેલ કે, ૫૬ ની છાતી હોય એ જ ૧૫૬ સીટ લાવી શકે, અને કાર્યકર્તાઓ એ આ સાબિત કરી આપ્યું. પૂર્વ પ્રમુખો નું સતત માર્ગદર્શન મળતું રહ્યું, અને તેઓના સાથ સહકારથી આ શક્ય બન્યું. જામનગરની જનતા નો આભાર માનતા, ઋણ સ્વીકારતા તેઓએ જણાવેલ કે, ભારતીય જનતા પાર્ટી પરિવાર જામનગર ની જનતા સાથે છે.
ભાજપ અગ્રણી જીતુભાઈ લાલ એ જણાવેલ કે, ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓએ હમેશા પક્ષ દ્વારા જે ઉમેદવાર ને જાહેર કરવામાં આવે, તેને પોતાના ખંભે બેસાડી જીતાડવા તનતોડ મહેનત કરેલ છે. અને આજની ઐતિહાસિક જીત પણ કાર્યકર્તાઓ ને આભારી જ છે. પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકીએ જણાવેલ કે, કાર્યકર્તાઓની મહેનતથી અને જામનગરની જનતા ના વિશ્વાસથી જામનગરમાં બે કમળ ખીલ્યા છે, જેને આપણે આવતીકાલે ગાંધીનગર મોકલશું.
પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા એ જણાવેલ કે, જનતા જનાર્દન એ જે જનાદેશ આપ્યો છે, તે જશ ના ભાગીદાર શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, સાસદ પૂનમબેન માડમ અને કાર્યકર્તાઓ છે. કાર્યકર્તાઓ ના પરિશ્રમ ની પરાકાષ્ઠા ના પરિણામ સ્વરૂપ આ જીત છે. પૂર્વ પ્રમુખ તથા ૭૮ વિધાનસભા ના ચૂંટણી ઇન્ચાર્જ નિલેશભાઈ ઉદાણી એ જણાવેલ કે, લોકોએ ખોબે ખોબે મત આપી આ ઐતિહાસિક જીત અપાવી, તેઓએ ધારાસભ્ય રિવાબા જાડેજા નો પરિચય આપતાં જણાવેલ કે, સેલિબ્રિટી હોવવા છતાં તેઓ સ્વભાવે સરળ છે અને જનહિત માટે કામ કરવા હમેશા તત્પર રહે છે. જનતા જનાર્દન તથા કાર્યકર્તાઓ નો આભાર માન્યો હતો.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ૭૯ વિધાનસભા ના ઇન્ચાર્જ મનીષભાઈ કટારીયા એ જણાવેલ કે, આ જીત નાના માં નાના કાર્યકર્તા ની જીત છે. જેને વિવિધ જવાબદારીઓ લઈ પક્ષ ની કામગીરી ઘરે ઘરે પહોંચાડી.
૭૮ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી રિવાબા જાડેજાએ જણાવેલ કે, “જામનગર ની જનતાએ પુત્રવધૂ તરીકે સ્વીકારી” ઐતિહાસિક જીત અપાવી. જનતા જનાર્દન એ ઐતિહાસિક લીડ અપાવી એ બદલ જનતાનો અને કાર્યકર્તાઓ નો ઋણ સ્વીકાર કરેલ.
૭૯ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી એ જણાવેલ કે, તેઓએ શહેર લગભગ તમામ પૂર્વ અધ્યક્ષો સાથે કામ કર્યું છે, લગભગ પૂર્વ મેયરો સાથે કામ કર્યું છે. હેમંતભાઈ માડમ, પરમાનંદ ભાઈ ખટ્ટર પછી કોર્પોરેટર તરીકે ધારાસભ્ય બનવાની તક મને મળી છે. કાર્યકર્તા ને ઉદેસી તેઓએ જણાવેલ કે, ટિકિટ મળી ત્યારે આનંદ થયો, પણ કાર્યકર્તાઓએ કામગીરી અને જવાબદારીઓ લઈ લીધી ત્યારે હિમ્મત આવી. તેઓએ જામનગરની જનતા નો ઋણ સ્વીકારેલ.
સાંસદ પૂનમબેન માડમ એ પોતાના ઉદ્બોધન માં જણાવેલ કે, કાર્યકર્તા ની મહેનતે આ ઐતિહાસિક જીત અપાવી છે. એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે, અને રિવાબા જાડેજાની સફળતા પાછળ રવિન્દ્રસિહ જાડેજા છે, બિરદાવે. જામનગર વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર છે, અનુકૂળ વાતાવરણ છે. તેઓએ વિશેષ થી ઉલ્લેખ કરતા જણાવેલ કે, જામનગર શહેર જિલ્લાની શાંતિ અર્થે માનનીય નરેન્દ્રભાઇ મોદી જી હમેશા ચિંતિત રહ્યા છે. વેપાર, રોજગાર અને વ્યવસાય ક્ષેત્રે સ્વચ્છ વાતાવરણ રહ્યું છે. ડબલ્યુ. એચ. ઓ ના સેન્ટર ફોર ગ્લોબલ મેડિસન સેન્ટર નો ઉલ્લેખ કરતાં જણાવેલ કે, વિશ્વ સ્તર ની સંસ્થાએ ભારત ને પસંદ કર્યું, અને એ ભારત માં પણ જામનગર પસંદ કર્યું એ ગૌરવ ની વાત કહેવાય. અને ઐતિહાસિક જીત નો શ્રેય કાર્યકર્તાઓ ની મહેનત ને આભારી જામનગર ની જનતા નો ઋણ સ્વીકારેલ.
આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, સાંસદ પૂનમબેન માડમ, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, સાશકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, પૂર્વ પ્રમુખો હિરેનભાઈ ભટ્ટ, મુકેશભાઈ દાશાણી, અશોક નંદા, હસમુખ હિંડોચા, ૭૮ વિધાનસભા ના ચૂંટણી ઇન્ચાર્જ નિલેશભાઈ ઉદાણી, ૭૯ વિધાનસભાના ચૂંટણી ઇન્ચાર્જ મનીષભાઈ કટારીયા, સીક્ષન સમિતિના ચેરમેન મનીષ કનખરા, પૂર્વ મેયર હસમુખ જેઠવા, ધમેન્દ્રસિંહ ઝાલા, અમીબેન પરીખ, 78 વિધાનસભા ચૂંટણી સહ ઇન્ચાર્જ ખુમાનસિંહ સરવૈયા, સામતભાઈ પરમાર, મનસુખભાઇ ખાણધર, ૭૯ વિધાનસભા ના ચૂંટણી સહ ઇન્ચાર્જ નિલેશભાઈ કગથરા, મનીષ કનખરા, કમલેશ સોઢા, સહિત વિવિધ મોરચા પ્રમુખ મોરચાના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, વોર્ડ સમિતિના પદાધિકારીઓ, શહેર સંગઠન ના હોદેદારો સહિત વિશાલ સંખ્યા માં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સભા નું સફળ સંચાલન ગોપાલભાઈ સોરઠીયા તથા મહામંત્રી મેરામણભાઇ ભાટૂ દ્વારા કરવામાં આવેલ. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગ કનવિનર ભાર્ગવ ઠાકર ની અખબારી યાદીમાં જણાવ્યું હતું.