ગુજરાતમાં બંને તબક્કામાં આ ગામોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર, એક પણ મત ના પડ્યો
બીજા તબક્કામાં આ ગામોમાં ચૂંટણીનો બહિષ્કાર
બે તબક્કામાં ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થયું, જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થયું છે. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023ના રોજ પૂરો થઈ રહ્યો છે. હાલ આ ચૂંટણીનના બને તબક્કાનું મતદાન શાંતિ પૂર્ણ રીતે સમાપ્ત થઇ ચૂક્યું છે. પરંતુ ગુજરાતના કુલ ૧૧ જેટલા ગામોએ ગુજરાત વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.
પહેલા તબક્કામાં આ ગામોમાં ચૂંટણીનો બહિષ્કાર
જામજોધપુર ધ્રાફા ગામે ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરાયો. મહિલાઓ માટે અલગ મતદાન બૂથ ન રખાતા ચૂંટણી બહિષ્કાર કર્યો. રાજાશાહી વખતથી મહિલાઓ માટે અલગ મતદાન મથક ફાળવાતું હતું, આ વખતે મહિલાઓ માટે અલગ મતદાન મથક ન ફાળવાતા ચૂંટણી બહિષ્કાર કર્યો.
ડાંગના આહવામાં બેનરોએ ઉમેદવારોને દોડતા કરી દીધા. રસ્તા અને પુલ મુદ્દે મોટીદબાસ ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર
નર્મદા જિલ્લામાં આવેલા ડેડીયાપાળા વિસ્તારના સમોટ ગામના લોકોએ પાયાની સુવિધાઓને લઈને ચૂંટણનો બહિષ્કાર કર્યો છે. આ કેન્દ્ર પર હજુ સુધી એક પણ મત પડ્યો નથી. આ કેન્દ્ર પર મતદાન થવા છતાં કોઈ પણ સત્તાવાળા કે ઉમેદવારો આ ગામના લોકોને સમજાવવા આવ્યા થી. આ ગામમાં કુલ 1000 જેટલા મતદારો છે.
157-માંડવી બેઠકમાં સમાવિષ્ટ સોનગઢ તાલુકાની ઉકાઈ જૂથના સિંગ્લખાંચ અને પથરડા ગામમાં ચૂંટણી બહિષ્કારને પગલે અત્યાર સુધી એક પણ મતદારે મતદાન કર્યુ નથી.
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કેસર અને મહુજા ગામમાં મતદાનનો બહિષ્કાર કર્યો છે. સવારથી અત્યાર સુધી એક પણ મતદાર મતદાન મથક પર આવ્યા નથી. વિગતો મુજબ પ્રાથમિક સુવિદ્યાના અભાવે ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ તરફ હવે તંત્ર દ્વારા ગ્રામજનોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
બીજા તબક્કામાં આ ગામોમાં ચૂંટણીનો બહિષ્કાર ખેરાલુના 3 ગામ વરેઠા, ડાલીસણા અને ડાવોલમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. રૂપેણ નદી જીવંત કરવાની તેમજ તળાવ ભરવાની માંગ સાથે આ ત્રણેય ગામે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. આ ગામમાં એક પણ મત પડ્યો નહતો. ગામના લોકો એ કહ્યું કે, “પાણી નહિ ત્યાં સુધી મત નહિ”