ઓક્સિજન લેવલ જળવાઇ રહે તે માટે દરદીઓનું પ્રોનીંગ

રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળના દરદીઓનું હળવી કસરત સાથે કાઉન્સેલીંગ :

ઓક્સિજન લેવલ જળવાઇ રહે તે માટે દરદીઓનું પ્રોનીંગ

પેટનાં બળથી દરદીઓને ઉંધા સુવડાવવામાં આવે છે.


રાજપીપલા,તા 22

રાજપીપલાની આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળના દરદીઓનું ઓક્સીજન લેવલ જળવાઇ રહે અને ઓક્સિજનની જરૂર ઓછી પડે તે માટે દરદીઓને PRONING કરવામાં આવે છે જેમાં પેટનાં બળથી દરદીઓને ઉંધા સુવડાવવામાં આવે છે.

તદઉપરાંત, આ દરદીઓ માનસિક રીતે નબળા ન પડે અને તેમનું માનસિક મનોબળ ટકવાની સાથે તે વધુ મજબૂત બને તે માટે હળવી કસરત સાથે તેમનું કાઉન્સેલીંગ કરવામાં આવી રહ્યું છે.


તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા