રાજ્યમાં ભાજપના વિજય બદલ મુસ્લિમ પરિવારની લાડુ વહેચી અનોખી ઉજવણી કરાઈ

જીએનએ અમદાવાદ: ગુજરાતમાં ભાજપે પ્રજાનો વિશ્વાસ ફરી જીત્યો છે અને ઠેર ઠેર જીત મેળવી છે ત્યારે અમદાવાદ ના હાટકેશ્રવર સકઁલ પર આવેલ રોશન બેકરીનો મોહંમદઅતિક મોહમંદરફીક અન્સારી રોશન બેકરી સંચાલક પરિવાર સહિત મુસ્લિમ પરિવાર ભાજપના ભવ્ય વિજયની અનોખી ઉજવણી કરી હતી. આ પરિવાર દ્વારા ૧૫૧ કિલો બુંદી ના લાડુઓ નાગરિકોને મો મીઠું કરાવી ને વિતરણ કર્યું હતું. ઢોલનગારા સાથે આતશબાજી કરી ને વાજતે ગાજતે ભાજપ ના જીત નો જશ્ન મનાવવામાં આવ્યો હતો. વિજય મુહૂર્ત મા મુસ્લિમ પરિજનો સાથે ભાજપ ના કાયઁકરો હોદ્દેદારો અને મહાનુભાવો આ જીત ના જશ્નમાં જોડાયા હતા.