POK ને પાક.ના કબ્જામાંથી છોડાવવા સેના સજ્જ: ફકત સરકારના આદેશની રાહ.
ખુદ સેનાના ઉતરી કમાન્ડના લેફટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આપ્યું મોટું નિવેદન
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે લાગેલ સેનાનું ઓપરેશન સતત ચાલુ છે. આ દરમિયાન સેના પણ પીઓકેને પરત લેવા માટે તૈયાર છે. આ જાણકારી ખુદ સેનાના ઉત્તરી કમાન્ડના વડા લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આપી છે. તેણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે સેના પીઓકેને પરત લેવા માટે તૈયાર છે. માત્ર સરકારના આદેશની રાહ જોવાઈ રહી છે.
સ્પષ્ટ છે કે, સરકાર તરફથી આદેશ આવતાની સાથે જ સેના પીઓકેને પરત લેવા માટે અભિયાન શરૂ કરશે. તેમનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે સેના જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપીને ઘૂસણખોરીના પ્રયાસોને સતત નિષ્ફળ બનાવી રહી છે.
મંગળવારે પણ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ જમ્મુ અને કાશ્મીરમાં ઈન્ટરનેશનલ બોર્ડર (IB) પરથી દેશમાં ઘૂસણખોરીના અલગ-અલગ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. બીએસએફના પ્રવક્તાએ આ જાણકારી આપી.