ગુજરાતમાં કોરોનાની સ્થિતિને જોઈને DyCM નીતિન પટેલનું નિવેદન સામે આવ્યુ છે.

DyCM નીતિન પટેલ જણાવ્યું હતુ કે, રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યાં છે. મનપાના કમિશનરોને સૂચના આપવામાં આવી છે. કમિશનરને યોગ્ય નિર્ણય લેવા છૂટ અપાઇ
છે અને જરૂરી પગલાં લેવા માટે પણ છૂટ અપાઇ છે

DyCM નીતિન પટેલ વધુમાં જણાવ્યું હતુ કે, આજે રાત્રિ કરફ્યુ અંગે નિર્ણય લેવામાં આવશે. અન્ય પગલાં લેવા મુદ્દે પણ આજે ચર્ચા કરાશે. કોરોના વેક્સિન બાદ પોઝિટિવ થવાનો એકાદ કેસ આવ્યો છે. કેન્દ્ર સરકારે 14.50 લાખ વધુ ડોઝ મોકલ્યા છે. પુરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે. વેક્સિન આપવા અંગે કોઇ અવ્યવસ્થા નથી.