💫 *_વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા ધાબળા વેચનાર ફેરીયાનુ રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતના ધાબળાનુ પોટલુ ખોવાયેલ, જે સામાન નેત્રમ શાખા જૂનાગઢ દ્રારા શોધી કાઢેલ._*

 

💫 _અરજદાર ધનાભાઇ પરમાર વાડલા ફાટક જૂનાગઢ ખાતે રહેતા હોય અને ફેરીયાનુ કામ કરી પોતાનુ અને પોતાના પરીવારનુ ગુજરાન ગુજારતા હોય. ધનાભાઇ દરરોજ સવારે ફેરીનો સામાન પોતાના ઘરેથી લઇ અને જૂનાગઢ ખાતે વેચાણ અર્થે લાવતા હોય જે દરમ્યાન તા. ૧૯/૧૧/૨૦૨૨ના રોજ સવારે વાડલા ફાટકથી ઓટો રીક્ષામાં બેસી ધાબળાનુ વહેચાણ કરવા માટે જૂનાગઢ ખાતે આવેલ. ઝાંસી સર્કલ ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમની સાથે વેપાર કરવા માટે લાવેલ નવા ધાબળાનુ પોટલુ ઓટો રીક્ષામાં ઉપરના ભાગે ભુલી ગયેલ. તેમણે કોઇ પાસેથે ઉછીના રૂપીયા લઇ અને ધાબળા ખરીદેલ અને વહેચાણ થયા બાદ પરત આપવાની જુબાન આપેલ હોય તે વ્યથિત થઈ ગયેલ હતા. આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

 

💫 _*જૂનાગઢ રેન્જના આઈજી શ્રી મયંકસિંહ ચાવડા* તથા જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

 

💫 _જૂનાગઢ હેડ ક્વા. ડીવાયએસપી એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કો. દેવેનભાઇ સીંધવ, રાહુલગીરી મેઘનાથી, ભાવેશભાઇ પરમાર, એન્જી. રેયાઝભાઇ અંસારી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી અને તે જે ઓટો રીક્ષામાં બેઠેલ તે સમગ્ર રૂટના *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV* ફૂટેજ ચેક કરતા ઓટો રીક્ષામાં ઉપરના ભાગે રાખેલ પોટલુ નજરે પડેલ. રીક્ષા ચાલકને પણ ખ્યાલ નહી કે તેમની ઓટો રીક્ષામાં કોઇ પેસેન્જર આ પોટલુ ભુલી ગયેલ છે._

 

💫 _નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા ઓટો રીક્ષા ચાલકને શોધી રૂ. ૧૦,૦૦૦/- ની કીંમતના ગરમ ધાબળાનુ પોટલુ શોધી પરત આપેલ. *નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા પોતાના વહેચાણ માટેના ધાબળા સહીતના સામાનનુ પોટલુ સહી સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને ધનાભાઇ પરમાર દ્રારા નેત્રમ શાખાના પોલીસ સ્ટાફનો આભાર પણ વ્યક્ત કર્યો હતો….*_

 

💫 _*જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા પણ ફેરી કરનાર વ્યક્તિ સાથે સંવેદના પૂર્ણ અને તાત્કાલિક કાર્યવાહી કરવા બદલ જીલ્લા *નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા.* આમ, નેત્રમ શાખાના પોલીસ દ્વારા ફેરીયાનો રૂ. ૧૦,૦૦૦/-ની કીંમતનુ ગરમ ધાબળાનુ પોટલુ ગણતરીની કલાકોમાં પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી *“પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે…_