જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક માટે બિજા તબક્કાની કર્મચારીઓની ગોઠવણ પૂર્ણ
મતદાન મથક પર ફરજ પરના અધિકારી-કર્ચમારીઓની ટીમ તૈયાર હવે પછીની ગોઠવણમાં ફરજ પરનુ મતદાન મથક નક્કી થશે
નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે માનવીય હસ્તક્ષેપ વિના સોફ્ટવેરના આધારે અધિકારી-કર્મચારીઓની ફાળવણી
અલગ અલગ વિધાનસભા બેઠક માટે કુલ ૧૩૪૭ મતદાન મથકો જેમાં જિલ્લામાં ૪૧ ખાસ મતદાન મથકો ઉભા કરાશે
જૂનાગઢ જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રચિત રાજ તથા જનરલ ઓબ્ઝર્વર સુદર્શન રેડ્ડી અને બુદ્ધેશકુમાર વૈદ્યની ઉપસ્થિતિમાં બીજા તબક્કામાં કર્મચારીઓની ગોઠવણ પૂર્ણ કરવામાં આવી છે. જેના અંતે મતદાન મથક પર ફરજ પરની ટીમ બની ગઇ છે એટલે ટીમ ફોર્મેશન થઈ ગયું છે. સાથે જ પ્રિસાઈડિંગ અને પોલીંગ ઓફિસરને કંઈ વિધાનસભા મત વિસ્તારમાં ફરજ બજાવવાની છે તે નક્કી કરી દેવામાં આવ્યું છે. હવે પછી ત્રીજા તબક્કામાં ફરજ બજાવનાર અધિકારી-કર્મચારીના ફરજ પરનું મતદાન મથક નક્કી થશે.
જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક માટે કુલ ૧૩૪૭ મથદાન મથક ઉભા કરવામાં આવશે. જેમાં મતદાન મથક પર મતદારોની સંખ્યાની આધારે કર્મચારીઓ ફાળવણ કરવામાં આવે છે. જે મતદાન મથક ઉપર ૮૦૦ કરતા વધુ મતદાર હોય ત્યા વધુ એક પોલિંગ ઓફિસર ફાળવવામાં આવશે.સાથે જ દરેક મતદાન મથક પર ગોઠવણ આધારે ઓછામાં ઓછા એક ફિમેલ પોલિંગ ઓફિસર નિમણૂક કરવામાં આવી છે.
જિલ્લાની પાંચેય વિધાનસભા બેકઠમાં બીજી ગોઠવણ અંતે ૧૧૦ ટકા સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે. એટલે કે, દરેક વિધાનસભા બેઠક વાર ૧૦ ટકા સ્ટાફ અનામત રહેશે. જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે ૧૪૩૮ પ્રિસાઇડીંગ ઓફિસર, ૧૪૩૮ પોલિંગ ઓફિસર-૧ અને ૩૯૬ પોલિંગ ઓફિસર ફરજ પર તૈનાત રહેશે.
જિલ્લાના પાંચ વિધાનસભા મતક્ષેત્રોમાં કુલ ૧૩૪૭ મતદાન મથકો ઉભા કરવામાં આવશે. જેમાં ૪૧ જેટલા ખાસ મતદાન મથકો બનાવવામાં આવશે. જેમાં ૩૫-સખી, ૫-પીડબલ્યુડી અને ૧-યુવા મતદાન મથકોનો સમાવેશ થાય છે. આ ખાસ મતદાન મથકની વ્યવસ્થાઓ ચૂંટણી અધિકારીની કક્ષાએથી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ચૂટણી પ્રકિયા નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે માનવીય હસ્તેક્ષેપ વિના કોમ્પયુટર-સોફ્ટવેરના આધારે અધિકારી-કર્મચારીઓને ફરજની ફાળવણી થાય છે.
આ રેન્ડેમાઈઝેશ પ્રકિયા વેળાએ નિવાસી અધિક કલેક્ટર એલ.બી. બાંભણિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી રાજેશ ચૌહાણ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
શૈલેષ પટેલ…….. જૂનાગઢ