મુંબઈ ખાતે અમિષા પટેલ દ્વારા ડો. ધર્મેશ પટેલને આઈકોન એવોર્ડ અર્પણ

તાજેતરમાં તોમસ આઈકોન એવોર્ડ 2022 સમારંભ મલાડ, મુંબઈ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામનાં ડો. ધર્મેશ પટેલને ટી.વી. એક્ટર્સ અમિષા પટેલ દ્વારા એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરત સાયકલિસ્ટ ગૃપનાં ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળાનાં આચાર્ય ડો.ધર્મેશ પટેલ અનેકવાર એવોર્ડથી સન્માનિત થયા છે. આ વખતે પ્રથમવાર મુંબઈ ખાતે અમિષા પટેલ દ્વારા એક નાનકડા ભાંડુત ગામનું નામ રોશન કરનાર ધર્મેશ પટેલ કે જેમણે સાયકલિંગમાં ખૂબજ નામના મેળવી છે જેમને બેસ્ટ સાયકલિસ્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા જે સમગ્ર તાલુકા માટે ગૌરવની બાબત છે.