જામનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મિત આવાસ યોજનાની સાઈટ વિઝીટ કરતા ગાંધીનગરના પ્રતિનિધિ

જીએનએ જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બેડી રેલવે ઓવરબ્રિજ પાસે ની કામગીરી હાલ પ્રગતિ હેઠળ હોય આ કામગીરી સુવ્યવસ્થિત રીતે પરિપૂર્ણ થાય તે હેતુથી ગાંધીનગરથી ખાસ ટીમે જામનગર ની સાઇટ વિઝીટ કરી હતી , આ સમયે પ્રધાનમંત્રી આવાસ યોજનાના એન્જિનિયરો તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

એફોરડેબલ હાઉસિંગ મિશન, ગાંધીનગર કચેરીના પ્રતિનિધિ અમિતભાઈ પટેલ દ્વારા જામનગર મહાનગરપાલિકા હસ્તકની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રે. સ. નંબર.206/1/1p બેડી રેલ્વે ઓવર બ્રીજ પાસે આવેલ આવાસ યોજના જે ડિસેમ્બર -2022 ના અંત સુધીમાં લોકાર્પણ થનાર છે, તથા હાલ આ કાર્ય પ્રગતિમાં છે તેવી એફ.પી.63, ગોલ્ડન સિટી ની બાજુમાં આવેલ EWS2 પ્રકારના 544 આવાસ યોજનાનુ કામ પ્રગતિમા છે, તેની મુલાકાત લીધેલ છે.આ મુલાકાત દરમિયાન જામનગર મહાનગર પાલિકાની સ્લમ શાખાના સાઈટ ઈજનેર, પીએમસી તથા એજન્સીના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.