જામનગરમાં મનપાના કમિશનર ની અધ્યક્ષતામાં ટીપીઓ શાખાની ખાસ બેઠક મળી
જીએનએ જામનગર:જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી વિજયકુમાર ખરાડી સાહેબ ના અધ્યક્ષ સ્થાને ટાઉન પ્લાનિંગ વિભાગની ખાસ મીટીંગ મળી હતી જેમાં ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ઇમ્પેક્ટ એક્ટ 2022 વિશે કમિશનરે ખાસ ચર્ચા કરી હતી,
કમિશનરે ઈ- નગર વેબસાઈટ પર ઇમ્પેક્ટ એક્ટની પારદર્શકતા અને સરળતા નાગરિકોને કેવી રીતે મળી રહે તે વિષય પર મહત્વ ની વાતચીત કરી હતી આ મિટિંગમાં ટાઉન પ્લાનિંગ વિભાગના શ્રી અનિલભાઈ જોષી, શ્રી ઉર્મિલ દેસાઈ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.