સુરત ખાતે AAPનાં મહામંત્રીનાં સમર્થનમાં FIR દાખલ કરવા નર્મદા જિલ્લાના 400થી વધુ કાર્યકર્તાઓ જોડાયા

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના ગુજરાત ટ્રાઈબલ મોરચાનાં ઉપાધ્યક્ષ નિરંજનભાઈ વસાવા સહિત 400 થી પણ વધારે કાર્યકર્તાઓ સુરત પહોંચી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયાના સમર્થન માં સુરત શહેર ખાતે વિશાળ રેલી કાઢી ગુંડા તત્વો વિરુદ્ધ કાર્યવાહી બાબતે પોલીસ સ્ટેશન જઈ તેમના વિરુદ્ધ FIR દાખલ કરાવી હતી

આ રેલીમાં સંદીપ પાઠકજી પંજાબના મંત્રી રાઘવ ચડ્ડા ઈશુદાન ગઢવી ગોપાલ ઇટાલીયા તેમજ પ્રદેશ કક્ષાના પદાધિકારી અને જિલ્લાના હોદ્દેદારો એ હાજર રહ્યા હતા જેમાં ગુજરાત અને સુરત શહેરની જાહેર જનતાએ પણ આ બાબતે મોટું સમર્થન આપ્યું હતું.