માધાપર હાઇવે પર થયેલ ઘરફોડ ચોરીના વણશોધાયેલ ગુનાને શોધી આરોપીને પકડી પાડતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ
મ્હે. પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી સૈારભસસિંઘ સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ નાઓની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવીરાજસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સ્ટે. ખાતે દાખલ થયેલ વણશોધાયેલ મીલ્કત સંબધી ગુનાઓ શોધવા માટે જરૂરી સુચના આપેલ.
જે અનુસંધાને ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૬૯/૨૦૨૨ ઇ.પી.કો.કલમ. ૪૫૪,૪૫૭ ,૩૮૦ મુજબનો ગુનો તા.૧૮/૧૧/૨૦૨૨ ના ક.૧૧/૪૫ વાગ્યે જાહેર થયેલ જે ગુના કામેના ફરીયાદીની ઓફીસમાંથી તથા નજીકમાં આવેલ ભારત મોટર ગેરેજ માથી તા.૧૭/૧૧/૨૦૨૨ ના ક.૨૩/૦૦ થી તા.૧૮/૧૧/૨૦૨૨ ના ક.૦૮/૦૦ વાગ્યા સુધીના કોઇપણ સમય દરમ્યાન કોઇ ચોર ઇસમ ઓફીસ તથા ભારત મોટર ગેરેજમાંથી ચોરી કરી લઇ ગયેલ હોવાનો ઉપરોક્ત ગુનો રજીસ્ટર થયેલ.
જે અનુસંધાને ભુજ શહેર બી ડિવીઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી કે.સી.વાઘેલા સાહેબના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી ડિવીઝન પોલીસ સ્ટેશના સર્વેલન્સ સ્ટાફના માણસો હ્યુમન રીસોર્સીસનો ઉપયોગ કરી ગુનો શોધવા સારૂ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સર્વેલન્સ ટીમના પો.હેડ.કોન્સ.મયુરસિંહ ઇંન્દ્રસિંહ જાડેજા નાઓને ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે સમીર અબ્દુલરજાક ખલીફા તથા આસીફ રાયમા એ ઉપરોક્ત ચોરીને અંજામ આપેલ હોઇ જે કામે સમીર અબ્દુલરજાક ખલીફાની પો.સ્ટે.લાવી યુક્તી-પ્રયુક્તી થી પુછપરછ કરતા મજકુરે ઉપરોક્ત ગુનાની કબુલાત આપેલ તથા આ કામે ચોરી કરેલ મુદ્દામાલ પોતાના ઘરે રાખેલાની કબુલાત આપેલ અને ઉપરોક્ત ગુના કામેનો તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે આ કામેનો બીજો આરોપી આસીફ રાયમા પકડવાની તજવીજ ચાલુમાં છે તથા આ કામેની આગળની તપાસ પો.સબ.ઇન્સ. એમ.કે.દામા સા. નાઓ ચલાવી રહેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ સરનામા :-
(૧) સમીર અબ્દુલરજાક ખલીફા ઉવ.૧૯ રહે.આહીરવાસ ગામ-નાગોર ભુજ
આરોપીનો ગુનાહીત ઇતિહાસ :-
(૧) માંડવી પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં.૧૧૩૮/૨૦૨૦ ઇ.પી.કો.કલમ.ઇ.પી.કો.કલમ.૩૮૦,૪૫૭મુજબ
(૨) માંડવી પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં.૧૧૩૯/૨૦૨૦ ઇ.પી.કો.કલમ.ઇ.પી.કો.કલમ.૩૭૯,૪૬૧ મુજબ
આરોપી પકડવા પર બાકી :-
:- આસીફ રાયમા રહે – માનકુવા પોલીસ સ્ટેશન પાછળ માનકુવા
રીકવર કરેલ મુદામાલ :-
– ડેલ કંપનીનુ લેપટોપ નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦ / –
– એચ.પી. કંપનીનુ લેપટોપ નંગ-૧ કિ.રૂ.૨૦,૦૦૦ / –
– લેપટોપ ચાર્જર નંગ-૦૨ કિ.રૂ.૩૦૦૦/-
– સેમસંગ કંપનીના એન્ડ્રોઇડ ફોન નંગ-૨ કિ.રૂ.૬૦૦૦/-
– ઓપો કંપનીનો એન્ડ્રોઇડ ફોન નંગ-૨ કિ.રૂ.૧૨૦૦૦/-
– ઇનફીનીક્સ કંપનીનો એન્ડ્રોઇડ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/-
– વીઝન કંપનીનો એન્ડ્રોઇડ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/-
– કુલ્લ મુદ્દામાલ કિ.રૂ.૬૧,૦૦૦/-
શોધી કાઢેલ ગુનો :-
ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૬૯/૨૦૨૨ ઇ.પી.કો.કલમ. ૪૫૪,૪૫૭ ,૩૮૦
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ. શ્રી કે.સી.વાઘેલા સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. એમ.કે.દામા સાહેબ પો.હેડ.કોન્સ.કેતનસિંહ ડી જાડેજા તથા મયુરસિંહ આઇ. જાડેજા તથા પો.કોન્સ. મહાવીરસિંહ જાડેજા તથા પૃથ્વીરાજસિંહ ડી. જાડેજા તથા વિજયજી કે.ઠાકોર તથા જીતુભાઇ પુરબીયા એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ જોડાઇને સફળ કામગીરી કરેલ.