એમ એને આખુંય આકાશ ઢોળ્યું જાણે કાગળ પર

વાઘેલા ભાગ્યશ્રીબા-“એમ એને આખુંય આકાશ ઢોળ્યું જાણે કાગળ પર: આજ વાત કરવી છે કળા(કલા)ની.ચોસઠ કળાઓ આમ તો શાસ્ત્રોક્તમત પ્રમાણૈ વર્ણવેલી છે.એમાં સૌથી ઉતમ(આમ તો ચોસઠેય ચડિયાતી એકમેકથી)-પરંતું મુઘલ બાદશાહ સલીમ ય જેનો ઉપાસક હતો..ટાગોર..આપણા ખોડિદાસ પરમાર,રવિશંકરજી,નંદલાલ બોઝ,અવનીન્દ્રનાથ,ગગનેન્દ્રનાથ-આ તમામ તથા જેમણે નિસર્ગને ય અસ્તિત્વ પ્રદાન કર્યું માનો સદેહે કેનવાસ પર ઢાળી એવી કળા એટલે ચિત્રકળા!ચિત્ર દોરતી વખતે કેટલી અદ્ભુતતા રહિ હશે એ તમામ ચિત્રકારોની જેમના ચિત્રો જગતના ચોકમાં ખ્યાતિ પામી ગયા.યુરોપિય ચિત્રકારી પણ બેનમૂન રહી.પિકાસો,વિન્ચી જેવા રહસ્યમયવાદીઓએ ચિત્રો દ્વારા જગતના અનેક રહસ્યોને ઉજાગર કરી દીધા.બસ,જોઈએ છે તો ફક્ત એ જીવંતતાને સમજનારી આંખો!ક્યારેક તો થાય કે…હું જ પોતે કોઈ ઉતુંગ કલાસાધકનું ચિત્ર બની જાઉં!!અહો…અદ્ભુત!સંગીત,નૃત્ય,વાદ્ય દરેકમાં ભાવોર્મિ વ્યક્ત કરી શકીએ..પણ ચિત્રમાં તો એક ગજબની સાવ મુંગા પારેવડા જેવી ભાષા હોય છે..કોણ સમજે એને?એક એવા જ ચિત્રકારાની આજ વાત ધરવી છે..આમ તો પોતે અભ્યાસકાળથી જ ચિત્રોના શોખીન..શાંત મુખપ્રતિભા,આંખોની એ ગંભીરતા જાણે શંકરા સમાધિસ્થ!ને ગજ્જબના ધૈર્ય જેમના ઉરધબકારે ઉતર્યા એવા હાલે જામનગર જિલ્લાના મીઠાપુર મધ્યે એમના બેસણા(રહેઠાણ)હોય “રિટાબા ધર્મેન્દ્રસિંહજી જાડેજા”-રંગોની કારીગરી,રેખાઓની તથા ચિત્રના ષડ્જ અંગોમાંથી દરેક અંગની હથોટી લાજવાબન ભાસે!કેનવાસ પરના ચિત્રોના પણ કસબી રહેલા.એક તો કૌમાર્યહિરદય ને એમાંય ચિત્ર સમાન કળા અનૂઠી!પછી તો શું વાત જ ધરવી.હાલે મધુબની કલા પર છૂટ્ટો હાથ વેર્યો છે,જેમ પરમતત્વ પૂનમની રાત્રે વિરાટ આભ મધ્યે તારલા વેર્યા હોય!મધુબની આમ તો બિહારની સવિશેષ કલા!ખાસ કરીને ત્યાંની નારીઓ ખુબ જ સુંદર રીતે ભીંત પર કે કાપડ પર ઉતારે એમની અનુપમ કલ્પનાના રંગોને.મધુબનીની એક વિશેષતા એ ય ��