કેન્દ્રમાં ભાત કંડાર્યા બાદ એની આસપાસનો એકેય ભાગ ખાલી ન રહેવો જોઈએ..

મધુબનીની એક વિશેષતા એ ય છે કે,એમાં કેન્દ્રમાં ભાત કંડાર્યા બાદ એની આસપાસનો એકેય ભાગ ખાલી ન રહેવો જોઈએ..એટલી ભરી-ભરી કળા…જાણે ભર્યા-ભર્યા હિરદયનો કોઈ સંતમહાપુરુષ!પોતાના અભ્યાસ દરમ્યાન અંકિત કરેલા ચિત્રો તો સહર્ષ એમની શાળામાં જ આપી દીધેલા!આટલી નાની ઉંમરના કોઈપણ કલામાં કાઠું કાઢવુ એ પણ સ્વયંમાં આખરે એક કલા છે.પોતે ક્ષત્રિય કુંવરી હોય તો આમ પણ સ્વાભાવિક રીતે આ કલાઓ ઉતરી આવી હોય..અથવા વંશપરંપરા કે સ્વસ્ફુરણથઈ ય પ્રાપ્ણ હોય.તલવારબાજી પણ ક્ષત્રિયોને હાથ ખુબ ગોઠે,ને એમાંય એક નાર એ કળા કરંતી હોય તો એ અકથિત જ ભાસે!ભારતવર્ષની આ અખંડ ધરા પરની કળાઓ અમર રહો.કલાકારો અખંડપવિત્ર રહો.આજ મહિલાદિન નિમીતે તમામ મારી માતાઓ તથા સન્નારીઓને સહ હિરદય કોટિ નમન…તથા “બા શ્રી રિટાબાને” પણ અનંત હિરદયથી શુભેચ્છા કે,આપ આ ક્ષેત્રમાં વિશ્વખ્યાતિ પ્રાપ્ત કરો!જય માતાજી.